Homeદેશ વિદેશફૂટબોલપ્રેમીઓ થઈ જાઓ તૈયાર, આ તારીખથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ

ફૂટબોલપ્રેમીઓ થઈ જાઓ તૈયાર, આ તારીખથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ


કતાર: ફૂટબોલપ્રેમીઓ માટે સૌથી મોટા સમાચાર લઈને આવ્યા છે કે આ મહિનાની ૨૦મી તારીખથી લઈને અઢારમી ડિસેમ્બરની વચ્ચે યોજાશે ફિફા વર્લ્ડકપ. ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ પૂરો થયા પછી ફૂટબોલપ્રેમીઓ માટેના સૌથી જાણીતા ફિફા વર્લ્ડકપનું અત્યારથી કાઉન્ટડાઉન થઈ ચૂક્યું છે, ત્યારે અહીં જણાવી દઈએ કે સૌથી પહેલી વખત મિડલ ઈસ્ટમાં કતાર ખાતે ફિફા વર્લ્ડકપનો શુભારંભ થશે.
મિડલ ઈસ્ટમાં શરૂ થનારા ફિફા વર્લ્ડકપમાં ૩૨ ટીમ ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. ૨૯ દિવસ સુધી ચાલનારા ફિફા વર્લ્ડકપમાં ૩૨ ટીમના ૮૩૨થી વધુ ખેલાડી મેદાનમાં પોતાનું કૌવત દાખવશે.
એથી એચ ગ્રુપ પૈકી દરેકમાં ચાર-ચાર દેશની ટીમ પ્રતિનિધિત્વ કરશે. એ-ગ્રુપમાં એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ, બી-ગ્રુપમાં ઇંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ, સી-ગ્રુપમાં આર્જેન્ટિના, સઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ, ડી-ગ્રુપમાં ફાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા, ઈ-ગ્રુપમાં સ્પેન, કોસ્ટારિકા, જર્મની, જાપાન, ગ્રુપ-એફમાં બેલ્જિયમ, કેનેડા, મોરક્કો, ક્રોએશિયા, ગ્રુપ-જીમાં બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરુન અને એચ-ગ્રુપમાં પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા રહેશે. કતારના આઠ ભવ્ય સ્ટેડિયમમાં ૬૫ મેચ રમાશે. કહેવાય છે કે વર્ષ ૧૯૩૦થી ફૂટબોલનો વર્લ્ડકપ રમાય છે, જ્યારે સૌથી પહેલા દક્ષિણ અમેરિકાના ઉરુગ્વેમાં આયોજન કરાયું હતું. ૧૯૩૦થી લઈને અત્યાર સુધીમાં ૨૧ વખત વર્લ્ડકપનું આયોજન કરાયું છે, જેમાં આઠ દેશ ચેમ્પિયન બન્યા હતા. બ્રાઝિલની ટીમે સૌથી વધુ એટલે પાંચ વખત તથા જર્મની અને ઈટલીએ ચાર-ચાર વખત ચેમ્પિયન બની છે. આ ઉપરાંત, છ વખત યજમાન દેશ ચેમ્પિયન બન્યું હતું. ફિફા વર્લ્ડકપના પ્રાઈઝ મનીની રકમનું કુલ મૂલ્ય ૩૫૭ કરોડ રૂપિયા છે, જ્યારે દુનિયાની અડધોઅડધ વસતિ આ ફિફાવર્લ્ડકપને જોવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular