ચોમાસામાં ડાયટને રાખો કન્ટ્રોલમાં, નહીં તો રહેશો નુકસાનમાં, જાણો શું ખાવું જોઈએ શું નહીં

સ્પેશિયલ ફિચર્સ

ચોમાસાની સિઝનમાં પ્રદૂષિત પાણીને કારણે આપણા પાચનતંત્ર પર ગંભીર અસર પડે છે અને રોગ પ્રતિકારક શક્તિ નબળી થાય છે, જેને કારણે જાત જાતની બિમારી થવાના ચાન્સેસ વધી જતા હોય છે. આયુર્વેદમાં જણાવાયું છે કે ઋતુ મુજબ ડાયટ લેવામાં આવે તો મોસમી બિમારીઓથી છુટકારો મળે છે.
વરસાદની સિઝનમાં પાલક, મેથી, રિંગણા, કોબી જેવી શાકભાજી ખાવી જોઈએ નહીં. વરસાદી સિઝનમાં તેમાં બેક્ટેરિયા થવાના ચાન્સેસ વધી જાય છે, જે તમારા પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે અને ફૂડ પોઈઝનિંગનો ખતરો વધી શકે છે.
વરસાદની સિઝનમાં દૂધ, દહીં, પનીર અને છાશ સહિતના ડેરી પ્રોડક્ટ્સ પણ ન ખાવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં આ વસ્તુઓ પચવા માટે સમય લાગે છે, જેને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. દૂધ પીવું હોય તો થોડું ગરમ કરીને તેમાં હળદર નાખીને પીવું જોઈએ.
આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડ્સથી પણ અંતર જાળવી જાળવી રાખવું જોઈએ. વરસાદી સિઝનમાં સ્પાઈસી ફૂડથી દૂર રહેવાની સલાહ ડોક્ટર આપતાં હોય છે.
કારેલા, લીમડો, દૂધ, હળદર, મેથી, રાય, કાળી મિર્ચ, લવિંગ, આદુ સહિતની ચીજવસ્તુઓને પોતાના ડાયટમાં શામેલ કરો. આ ચીજવસ્તુઓ ઘણા પ્રકારની બિમારીઓ અને સંક્રમણથી બચાવશે. આ સિવાય ઘરમાં તાજુ જમવાનું બનાવીને જ ખાવું જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.