(અમારા પ્રતિનિધિ તરફથી)
જામનગર: ધ્રોલની જી.એમ.પટેલ ક્ધયા વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતી ૧૦૦થી વધુ વિદ્યાર્થિનીઓની ભોજન લીધા બાદ તબિયત લથડતા સારવાર માટે ધ્રોલ સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામની તબિયત સારી જણાતા રજા આપી દેવામાં આવી હતી. જામનગર નજીક ધ્રોલની જી.એમ.પટેલ ક્ધયા છાત્રાલય ની ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થવાથી વિદ્યાર્થિનીઓને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મારફત ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. તબિયત લથડતા જ શાળા અને હોસ્ટેલના સંચાલકોમાં દોડધામ મચી હતી. સારવાર દરમિયાન હાલ સ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળ્યું છે. તમામ વિદ્યાર્થિનીઓને ચેકઅપ કરી અને રજા આપી દેવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓને હૉસ્પિટલમાંથી રજા મળી જતા શાળાના સંચાલકોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
