(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીજીની ૭૫મી પુણ્યતિથિના મહત્ત્વના દિને એવા અહેવાલો મળ્યા છે કે અત્યાર સુધી અવગણના પામેલા ગુજરાતના બે મહત્ત્વના સ્થળોનો સમાવેશ મહાત્મા ગાંધી સંબંધી પ્રવાસન સર્કિટમાં કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ‘મુંબઇ સમાચાર’ની વિકએન્ડ પૂર્તિમાં ‘કેફિયત-એ-કચ્છ’ કોલમમાં ચાર નવેમ્બર, ૨૦૨૨ અને ઓગણીસ નવેમ્બર, ૨૦૨૨ના રોજ ગાંધીધામ-આદીપુર શહેરની સ્થાપનાનો ઇતિહાસ… ના શિર્ષક હેઠળ લખાયેલા લેખમાં ગાંધીજીના નિર્વાણ બાદ ભાઇ પ્રતાપ, આચાર્ય ક્રિપલાણી તથા અન્ય મોવડીઓ દ્વારા તેમના અસ્થિકળશને ગાંધીધામ લાવવામાં આવ્યો હતો. તેનું સ્મારક
બનાવીને આદીપુરમાં સમાધિ બનાવવામાં આવી છે. આ બધી બાબતોનો સવિસ્તાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
મુંબઈ સમાચારમાં છપાયેલા આ બંને લેખની નોંધ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે લીધી હતી અને તાજેતરમાં જ ગાંધીજીની સમાધિને ગુજરાતના પ્રવાસન સ્થળો (કચ્છ)માં સમાવેશ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે ગાંધી સમાધિને કચ્છના જોવાલાયક સ્થળોમાં પણ સ્થાન આપ્યું છે.
‘મુંબઇ સમાચાર’ના અહેવાલને પગલે ગાંધી સમાધિનો પ્રવાસન સર્કિટમાં સમાવેશ
RELATED ARTICLES