Homeધર્મતેજસુખી અને સફળ થવું છે? રોજ સવારે આ કામથી કરો દિવસની શરૂઆત...

સુખી અને સફળ થવું છે? રોજ સવારે આ કામથી કરો દિવસની શરૂઆત…

સનાતન ધર્મના મહત્વના ગ્રંથોમાંથી એક એવા ગરુડ પુરાણમાં સફળ અને સુખી જીવન જીવવા માટેના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આ નિયમો અનુસાર જીવન જીવે છે તો તેને સુખી અને સફળ થતાં કોઈ જ અટકાવી શકે એમ નથી. આ જ ગરૂડ પુરાણમાં એવું જણાવવામાં આવ્યું છે કે પરિવારના કોઈ પણ સભ્યના મૃત્યુ બાદ 13 દિવસ સુધી ઘરમાં ગરુડ પુરાણનું પઠન કરવાનો નિયમ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ આ સાથે સાથે જ ભગવાન વિષ્ણુ દ્વારા જ્ઞાન, નીતિશાસ્ત્ર, રિવાજો અને હિંદુ પરંપરા વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે, જેને અનુસરીને વ્યક્તિ સુખી જીવન જીવી શકે છે.

ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલા અનેક ઉપાયો પણ જણાવ્યા છે. આ ગ્રંથમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાની દિનચર્યા કયા કામોથી શરૂ કરવી જોઈએ, જેથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે.

તમારે તમારી દિનચર્યાની શરૂઆત નીચે મુજબના નિયમોનું પાલન કરીને કરશો તો તમારો દિવસ સુધરી જશે… આવો જોઈએ કયા છે આ નિયમો-

  • જ્યારે તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલાં સૂર્યદેવને પ્રણામ કરો અને સાથે જ પૂર્વજોનું સ્મરણ કરો અને તેમના આશીર્વાદ લો. જે લોકો સવારે ઉઠતાની સાથે જ આ નિયમનું પાલન કરે છે, તેમને દરેક કાર્યમાં ચોક્કસપણે સફળતા મળે છે.
  • ગરુડ પુરાણમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા ઘરની સફાઈ કરો, કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ દેવી લક્ષ્મી વાસ કરે છે. આ જ કારણસર ઘર અને ખાસ કરીને ઘરનો મુખ્ય દરવાજાને ગંદા ન રાખો.
  • તમે ગમે એટલા વ્યસ્ત કેમ ના હોય પણ પૂજા માટે સમય ચોક્કસ કાઢવો જ જોઈએ. સવારે સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં પૂજા કરો અને તુલસીને જળ ચઢાવો. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
  • ઘરમાં બનાવેલા સાત્વિક ભોજન ખાતાં કે ખવડાવતાં પહેલાં સૌપ્રથમ ભગવાનને ભોજન અર્પણ કરો. આ જ કારણે માતા અન્નપૂર્ણા રસોડામાં વાસ કરે છે અને ભોજન અને પૈસાની ક્યારેય કમી નથી આવતી.
  • જ્યારે તમે સવારે ઘરની બહાર જાવ છો ત્યારે ગરીબ અથવા જરૂરિયાતમંદને દાન કરો. તમે તમારી ક્ષમતા અનુસાર ભોજન અને પૈસાનું દાન કરી શકો છો. દાન કરવાથી આ જન્મમાં જ નહીં પરંતુ પૂર્વ જન્મના ખરાબ કર્મોના ફળનો પણ નાશ થાય છે અને વ્યક્તિ સુખી જીવન જીવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -