મકરસંક્રાંતિની વિદાય પછી મુંબઈ અને પરાના વિસ્તારોમાં ઠંડી હજુ જામી રહી હોવાનું જણાય છે. મુંબઈ જાણે મહાબળેશ્ર્વર બની રહ્યું તેમ દિવસનું તાપમાન પંદર ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે, પરંતુ વહેલી સવારમાં ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે વિઝિબિલિટી પર ખાસ અસર પડી છે. જાહેર ધોરીમાર્ગો પર ધુમ્મસવાળા વાતાવરણને કારણે વાહનોને ધીમી ગતિએ પસાર થવું પડે છે, પરંતુ સવારના મસ્ત વાતાવરણમાં કબૂતરો ચણ ચણતા જોવા મળ્યા હતા. (અમય ખરાડે)