“અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગીએ છીએ…”: SCO સમિટમાં PM નરેન્દ્ર મોદી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

SCO સમિટમાં હાજરી આપવા વડા પ્રધાન મોદી સમરકંદ ગયા છે. ત્યાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના સમકક્ષ ઈબ્રાહિમ રાયસી સાથે મુલાકાત કરશે. પીએમ મોદીની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચેની વાતચીતનો એજન્ડા બિઝનેસ અને રાજનીતિ હશે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી નથી કે વડાપ્રધાન ચીનના શી જિનપિંગ અને પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફ સાથે મુલાકાત કરશે કે કેમ.
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની વાર્ષિક કોન્ફરન્સમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે “અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગીએ છીએ. SCOમાં હિન્દીમાં બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત પાસે 70 હજારથી વધુ સ્ટાર્ટ અપ્સ અને યુનિકોર્નનો  અનુભવ છે અને ભારત સ્ટાર્ટઅપ અને ઈનોવેશનના ક્ષેત્રમાં પોતાનો અનુભવ શેર કરી શકે છે.
SCO સમિટમાં ખાદ્ય સુરક્ષાના પડકારનો સામનો કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં, પીએમ મોદીએ બાજરીને વધુ લોકપ્રિય બનાવવાના ભારતના પ્રયાસો વિશે પણ વાત કરી હતી. 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે નક્કી કરવામાં SCO મોટી ભૂમિકા ભજવી શકે છે, એમ મોદીએ જણાવ્યું હતું.
ભારતના મેડિકલ ટૂરિઝમને પ્રોત્સાહન આપતા વડાપ્રધાન મોદીએ SCO સમિટમાં કહ્યું હતું કે, “અમે પરંપરાગત દવાઓને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. અમે આ ક્ષેત્રનું નેતૃત્વ કરીશું.”
આવતા વર્ષે SCO સમિટ ભારતની અધ્યક્ષતામાં યોજાશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ આગામી વર્ષે SCO સમિટની અધ્યક્ષતા માટે ભારતને અભિનંદન આપ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આવતા વર્ષે SCO અધ્યક્ષપદ માટે ભારતને સમર્થન આપ્યું છે અને જણાવ્યું છે કે ભારતને આ કોન્ફરન્સ યોજવા માટે ચીન બનતી બધી જ મદદ કરશે. નોંધનીય છે કે ભારત-ચીન કે વચ્ચે લદ્દાખ સીમા પર લશ્કરી તણાવના વચ્ચે બંને દેશોના રાષ્ટ્રપતિ પ્રથમ વાર આમને-સામને મળ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.