Homeઆમચી મુંબઈથાણે રેલવે સ્ટેશનનો એફઓબી ૧૦ દિવસ માટે બંધ

થાણે રેલવે સ્ટેશનનો એફઓબી ૧૦ દિવસ માટે બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રેલવે પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો હંમેશા પ્રયાસ કરવામાં આવે છે, જે માટે જુદા જુદા સ્ટેશનના એફઓબી (ફૂટ ઓવર બ્રિજ)ના સમારકામ, એસ્કેલેટર, લિફ્ટની સુવિધા, મેડિકલ સુવિધા આપવા માટે રેલવે પ્રયત્નશીલ છે. આ માટે મધ્ય રેલવેએ સમારકામ માટે થાણે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૯/૧૦ નંબર પર આવેલા ફૂટઓવર બ્રિજને ૧૦ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

થાણે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૯/૧૦ પર મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફના છેડે આવેલા જૂના ફૂટઓવર બ્રિજનું સમારકામ મંગળવાથી ચાલુ કરી દેવામાં આવ્યું છે. તેથી ૨૮ માર્ચથી ૧૦ દિવસ સુધી આ એફઓબી રેલવે પ્રવાસીઓ માટે બંધ રહેશે. જોકે પ્લેટફોર્મ પર આવેલા અન્ય એફઓબી પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -