અત્યાર સુધી આપણે બાઈકને રસ્તા પર પૂરઝડપે દોડતી જ જોઈ છે, પણ હવે નજીકના ભવિષ્યમાં જ તમને આ બાઈક દોડતી નહીં ઊડતી જોવા મળશે. દુનિયાની પહેલી ફ્લાઈંગ બાઈકનું બુકિંગ શરુ થઈ ગયું છે. આ બાઈકમાં 8 દમદાર જેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને કારણે આ બાઈક 30 મિનીટમાં જ 96 કિલોમીટરનું અંતર કાપી શકવા માટે સક્ષમ બનશે. ઉડનારી આ બાઈકમાં ચાર જેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ ફાઈનલ ડિઝાઈનમાં આઠ એન્જિન બેસાડવામાં આવશે, એટલે બાઈકની ચારે બાજુ બે-બે જેટ એન્જિન જોડવામાં આવશે. 250 કિલો વજન ઉંચકવા માટે સક્ષમ એવી આ બાઈક જમીનથી 16 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઉડશે. ઉડનારી આ બાઈકની કિંમત આશરે સવાત્રણ કરોડ રુપિયાની હશે અને આગામી બે-ત્રણ વર્ષમાં તે બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. સુરક્ષાની દ્રષ્ટિએ આ બાઈકના કન્ટ્રોલિંગ યુનિટમાં સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ઉડતી વખતે રાઈડરને પ્રવાસની દિશા સમજી શકશે. એટલું જ નહીં ઉંચા ઝાડ કે ઈમારતો રસ્તામાં અવરોધરુપ બનશે તો તેની માહિતી જાતે જ મળી જશે, જેથી અકસ્માતને ટાળી શકાશે.
Japanese startup has developed the world's first flying bike. #CES2023
It's already on sale in Japan and a smaller version is slated for a U.S. release in 2023 with an estimated price tag of $777,000 pic.twitter.com/xBrBG2tq8l
— Vala Afshar (@ValaAfshar) January 3, 2023