મુંબઈઃ ભારતમાં પતંગ ઉડાડવું એ ગેરકાયદેસર છે એવું કોઈ તમને કહે તો તમને માનવામાં આવે ખરું? આ સવાલ પૂછનારની ગણતરી તમે ગાંડામાં કરશો, પણ આ હકીકત છે અને એમાં પણ જ્યારે ઉતરાયણ કે મક્કર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તો આ વાત પર તમારો વિશ્વાસ નહીં બેસે. સંક્રાંતિના દિવસે પતંગ ઉડાવવા માટે સરકારની પરવાનગી લેવાનું ફરજિયાત છે અને જો તમે આવું ન કરો તો તેને ગુનો માનીને તમને સજા પણ થઈ શકે છે. પરવાનગી વિના ભારતમાં પતંગ ઉડાવવી એ ભારતીય વિમાન કાયદા 1934 પ્રમાણે ગુનો છે. કાયદા ઉલ્લંઘન કરનાર વ્યક્તિને બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. માત્ર પતંગ જ નહીં પણ ડ્રોન, આકાશ કંદિલ, ફૂગ્ગા જેવી કોઈ પણ વસ્તુને ઉડાવતા પહેલાં આ પરવાનગી લેવાનું ફરજિયાત છે. આને કારણે જમીન અને આકાશમાં માલમત્તાની હાનિ થઈ શકે છે. આવું સિદ્ધ થાય તો કાયદામાં ગુનેગાર વ્યક્તિ માટે સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. પતંગના માંજાને કારણે પક્ષીઓના મૃત્યુ થાય છે કે પછી અનેક વખત માનવજીવને પણ નુકસાન પહોંચી હોવાના દાખલા ભૂતકાળમાં જોવા મળ્યા છે. ભારતમાં પતંગ ઉડાવનારાઓની સંખ્યા ખૂબ જ મોટી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને સુપરસ્ટાર સલમાન ખાનનો સમાવેશ થાય છે