નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પુરની સ્થિતિ: 12 કલાકમાં જ 18 ઇંચ વરસાદ ખાબક્યો, કરજણ ડેમ ઓવરફલો થતા 12 ખેડૂતો ફસાયા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ બાદ હવે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પુરની સ્થિતિ ઉભી થઇ છે. ડેડિયાપાડામાં 12 કલાકમાં જ 18 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કરજણ ડેમમાં પાણીની આવક થતા ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 9 દરવાજા ખોલવાની ફરજ પડી છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારને અલર્ટ કરાયા છે.

“>

જંગલ વિસ્તારથી ઘેરાયેલા આદિવાસી બહુમતી વાળા ડેડિયાપાડા તાલુકામાં બે દિવસથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સોમવારે સવારે 12 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબકતા સ્થિતિ વણસી છે. વીનગરી ગામમાં પાણીનો ભરાતા 300થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. ડેડિયાપાડાનગરમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.

અનેક વિસ્તારમાં માર્ગો ધોવાઇ જતા સંપર્ક વિહોણા બન્યા છે.ડેડીયાપાડા રોડ પર આવેલ યાલ અને મોવી ગામ વચ્ચેનો પુલ ધોવાયો, માર્ગના બે ભાગ થઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ
પાણીની ભારે આવકને પગલે ઇતિહાસમાં પહેલીવાર રાજપીપળા નજીક આવેલા કરજણ ડેમના એકસાથે નવ દરવાજા ખોલવા પડ્યા હતા. પાણી છોડાતા ખેતરમાં 12 ખેડૂતો ફસાયા હતા. હાલ 4ને બચાવી લેવામાં આવ્યા છે બકોના 8ને બચાવવાની કામગીરી ચાલુ છે. આ ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર અને એસપી સ્થળ પર પહોંચ્યા છે. નર્મદાના 8 અને ભરૂચના 12 ગામો હાઇએલર્ટ પર મૂકાયા છે.

બીજી તરફ આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.