બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકાર: પાલનપુર-આબુ હાઈવેની એક બાજુ બંધ, 5 કિમી લાંબો ટ્રાફિકજામ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

બનાસકાંઠા જિલ્લામાં(Banaskantha) અનરાધાર વરસાદ વરસી(Heavy rain) રહ્યો છે. વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની(Flood) સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે બનાસ નદીમાં બે કાંઠે વહી રહી છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે.

ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા

પાલનપુરથી આબુ રોડ તરફ જવાના હાઇવે(Palanpur-Abu highway) પર પણ ચાર ફૂટ જેટલા પાણી ભરાતા એક તરફનો માર્ગ બંધ કરાયો છે અને નાના વાહનો જવા દેવામાં નથી આવી રહ્યા છે. જન્માષ્ટમીના તહેવારોને લઈને આબુ હિલ સ્ટેશન તરફ જતા સહેલાણીઓ ફસાયા છે. મલાણા ચોકડી પાસે પાંચ કિલોમિટર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. હાઇવેની બંને બાજુના માર્ગો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી નાનાં વાહનો હાઇવે પરથી પસાર ન થાય. જો કોઇ વાહન ફસાય તો એને કાઢવા માટે ક્રેન પણ તહેનાત કરાઈ છે.
આ ઉપરાંત ભીલડી-બલોધર રોડ, ભીલડી, નેસડાસ પેપળુ રોડ, નેશનલ હાઇવેથી ઘટનાળ રોડ, સ્ટેટ હાઇવેથી ઘટનાળ રોડ, નવી ભીલડીથી જૂના નેસડાથી ઘટનાળ મોટી રોડ, પાલડી-વડલાપુર રોડ, કંસારી-શેસુરા રોડ, ગૂગળ એપ્રોચ રોડ, પેપરાળ-ગણતા રોડ, લાખણી, ગોઢથી છત્રાલા રોડ, છાપી-કોટડી રોડ, ચાંગા-બસુ રોડ, મોરિયા-નાગલ રોડ, બસુ-જેબલાપુરા રોડ, પીરોજપુરાથી ડુંગરિયાપુરાથી જિલ્લાની હદ સુધીના રોડ બંધ કરવામાં આવ્યા છે.
બનાકાંઠા જિલ્લામાં 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા નજર કરીએ તો અમીરગઢમાં પાંચ ઇંચ, કાંકરેજમાં ચાર ઇંચ, ડીસામાં 7.28,થરાદમાં બે ઇંચ, દાંતામાં 5.72 ઇંચ, દાંતીવાડામાં 6.52 ઇંચ, દિયોદરમાં 5.64, ધાનેરામાં ચાર ઇંચ, પાલનપુરમાં ચાર ઇંચ, ભાભરમાં 63મીમી, લાખનીમાં 74 મીમી, વડગામમાં 152 મીમી, વાવમાં 74 મીમી, સુઇગામમાં 55મીમી વરસાદ નોંધાયો છે.

બાલારામ નદીમાં ઘોડાપુર

ભારે વરસાદને પગલે બનાસ ઉપરાંત બાલારામ નદીમાં ઘોડાપુર આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.