ફ્લાઈટ ટિકિટના ભાવ ઘટશે, એટીએફના ભાવમાં ધરખમ ઘટાડો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પ્લેનમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં તેમને સસ્તામાં મુસાફરી કરવાનો મોકો મળી શકે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એરક્રાફ્ટ ઈંધણ એટલે કે ATF(Bureau of Alcohol, Tobacco, Firearms and Explosives) કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ બાદ એટીએફમાં 11.74 ટકાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. ATFની કિંમત ઘટીને 1,21,915.57 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. તેમાં પ્રતિ કિલોલીટર 16,232.35 રૂપિયાનો ઘટાડો થયો છે. અગાઉ દિલ્હીમાં ATFની કિંમત 1,38,147.93 રૂપિયા હતી. ગયા મહિનાની 16 તારીખે પણ 2.2 ટકા એટલે કે 3084.94 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
આ ઘટાડા પછી કોલકાતામાં ATFની કિંમત 1,28,425.21 રૂપિયા, મુંબઈમાં 1,20,875.86 રૂપિયા અને ચેન્નાઈમાં 126516.29 રૂપિયા પ્રતિ કિલોલિટર થઈ ગઈ છે. સ્થાનિક કરને કારણે ATFની કિંમત રાજ્ય-રાજ્યમાં બદલાઈ શકે છે. કોઈપણ એરલાઈનના સંચાલન ખર્ચમાં ATFનો હિસ્સો લગભગ 50 ટકા હોય છે. ATFની કિંમતમાં વધઘટ હવાઈ ભાડાને અસર કરે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી અને 16મી તારીખે ATFની કિંમતમાં સુધારો કરે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. એક સમયે તે 139 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું. જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઈંધણની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી, પરંતુ તાજેતરના દિવસોમાં આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં નરમાઈ આવી છે. અત્યારે તે $100 ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. હવે એટીએફ સસ્તું થવાથી એરલાઇન કંપનીઓ પણ ભાડામાં ઘટાડો કરી શકે છે અને મુસાફરોને તેનો લાભ મળી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.