મુંબઈની લોકલ ટ્રેનમાં છાશવારે પ્રવાસીઓની વચ્ચેની મારપીટના વીડિયો વાઈરલ જોવા મળે છે, પરંતુ તાજેતરમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં પ્રવાસીઓની વચ્ચેની મારપીટનો એક વીડિયો વાઈરલ થયો હતો. બેંગકોક-કોલકાતા ફ્લાઈટમાં સીટ એડજસ્ટ કરવાના કિસ્સામાં પ્રવાસીઓની વચ્ચે જોરદાર મારામારી થઈ હતી.
ફલાઈટમાં મારામારીના કિસ્સા મુદ્દે એરલાઈને કહ્યું હતું કે કેબિન ક્રૂની સેફ્ટીના ઈન્સ્ટ્રક્શનનું પાલન કરવાની મનાઈ કર્યા પછી બંને વચ્ચે લડાઈ થઈ હતી. આ બનાવ 26મી ડિસેમ્બરના થાઈલેન્ડથી કોલકાતા ફ્લાઈટે ઉડાન ભર્યા પહેલા બન્યો હતો, એમ થાઈ સ્માઈલ એરવેઝે જણાવ્યું હતું.
ક્રૂ મેમ્બર્સે પ્રવાસીઓને ટેકઓફ માટે પોતાની સીટ સીધી એડજસ્ટ કરવા માટે જણાવ્યું હતું અને એનું પાલન ડોમેસ્ટિક ફલાઈટમાં પણ કરવામાં આવે છે. જોકે એક પ્રવાસીએ પોતાની પીઠમાં દુઃખાવો હોવાથી સીટ એડજસ્ટ કરવાની મનાઈ કરી હતી. ક્રૂ મેમ્બર્સે પ્રવાસીને વારંવાર અનુરોધ કર્યો હતો અને ટેકઓફ અને લેન્ડિંગ વખતે પણ સમજાવવામાં આવ્યો હતો. એના સિવાય સીટ ઝૂકેલી હોવાને કારણે મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું હતું. વારંવાર અનુરોધ કર્યા પછી પણ ક્રૂ મેમ્બર્સના ઈન્સ્ટ્રક્શનનું પાલન કર્યું નહોતું. નિયમોનું પાલન કરવામાં આવશે નહીં તો ફ્લાઈટના કેપ્ટનને જણાવવામાં આવશે છતાં તેને સીટ એડજસ્ટ કરી નહોતી. ત્યાર બાદ અન્ય પ્રવાસીઓએ તેની ફરિયાદ કરી હતી, જેમાંથી એક પ્રવાસી તેની સાથે વાતચીત વણસી ગયા પછી તેમની વચ્ચે મારપીટ થઈ હતી. અનેક પ્રવાસીઓએ સેટ એડજસ્ટ નહીં કરનારા પ્રવાસીની ધોલાઈ કરી હતી અને એનો વીડિયો પણ વાઈરલ થયો હતો.
ફ્લાઈટ કે લોકલ ટ્રેનઃ સીટ એડજસ્ટ કરવા મુદ્દે ફ્લાઈટમાં જોરદાર મારામારી…
અર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો👇https://t.co/XzeYZ6ScFE#IndiaThailandFlight #midflightbrawl #middribrawl #BCAS #IndiaThailand #Flights pic.twitter.com/Hq3jg08fNB
— Mumbai Samachar Official (@Msamachar4u) December 29, 2022