બોલો…આ કારણસર માખીઓ પણ બની રહી છે હોમોસેક્સ્યુઅલ!

78

સમલૈંગિકતાને ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં માન્યતા મળી રહી છે અને લોકોના વિચારોમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આને એક પ્રકારની વૈચારિક સ્વતંત્રતા તરીકે જોવામાં આવે છે. એટલે કે તમને તમારી ઈચ્છા અનુસાર તમારા જીવનસાથીની પસંદગી કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. માણસોમાં સમલૈંગિકતા સ્વીકાર્ય છે, પણ શું તમને ખબર છે કે હવે માખીઓ પણ આ માણસના પગલે પગલે જ છે? ચોંકી ગયા ને આ સવાલ સાંભળીને, પણ આ હકીકત છે.
જોકે, માખીઓની બાબતમાં એક જ વાતનો ફરક છે તેઓ તેમની ઇચ્છાથી આવું નથી કરી રહી, પણ પ્રદૂષણને કારણે તેમને તેમના જીવનસાથીની પસંદગી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાવ સાદી ભાષામાં સમજાવવાનું થાય તો માખીઓ સમજી જ શકતી નથી કે નર માખી અને માદા માખી વચ્ચે શું તફાવત છે? બસ આ જ કારણ છે કે અજાણતામાં જ આ માખીઓ હોમોસેક્સ્યુઅલ બની રહી છે.
જર્મનીની મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર કેમિકલ ઈકોલોજીના સંશોધકોએ તાજેતરમાં તેમના એક સંશોધનમાં શોધી કાઢ્યું હતું કે નર અને માદા માખીઓ હવે એકબીજામાં તફાવત કરી શકતી નથી અને માદા માખી સંવનન માટે માદા પાસે જાય છે, જ્યારે નર માખીઓ નર માખીઓ પાસે જાય છે. આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી કે આ માખીઓમાં સમલૈંગિક સંબંધો પણ બની રહ્યા છે.
વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં શોધી કાઢ્યું છે કે આના માટે મનુષ્ય સંપૂર્ણપણે જવાબદાર છે. માનવીઓ દ્વારા ફેલાતા પ્રદૂષણને કારણે માખીઓમાં આ પરિવર્તન આવી રહ્યું છે. સાવ સ્પષ્ટ શબ્દોમાં કહેવાનું તો, જે રીતે ઓઝોન પ્રદૂષણ વધી રહ્યું છે તેના કારણે માખીઓનું વર્તન પણ બદલાઈ રહ્યું છે. આ પ્રદૂષણને કારણે હવે માખીઓમાં ફેરોમોન્સ નામના હોર્મોન્સ નીકળતા નથી. જેના કારણે માખીઓને નર અને માદાની ઓળખ કરવામાં મુશ્કેલી અનુભવાઈ રહી છે.
આ પ્રદૂષણને કારણે હવે આ માખીઓ એકબીજા સાથે વાત પણ કરી શકતી નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ઓઝોનનું સ્તર 100 ppb રહે તો માખીઓમાં જોવા મળતા ફેરોમોન્સ હોર્મોનની અસર ઝડપથી ઘટી જાય છે… જેના કારણે માખીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ હોર્મોનની ઉણપને કારણે તેમના શરીરમાં પણ ઘણા ફેરફારો થઈ રહ્યા છે.
જ્યારે વૈજ્ઞાનિકોએ આ માખીઓ પર સંશોધન કર્યું ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે 10 નર માખીઓમાંથી માત્ર 7 માખીઓ માદા માખીઓ પાસે સંવનન કરવા જઈ રહી છે, જ્યારે ત્રણ નર માખીઓ નર માખીઓ સાથે સમલૈંગિક સંબંધો બનાવી રહી છે.
પ્રદૂષણને કારણે માખીઓમાં આ ગૂંચવાડો ઊભો થઈ રહ્યો છે, એટલે એવું કહી શકાય કે માણસની કરણીની સજા બિચારી આ માખીઓ ભોગવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!