મલાડના અપ્પાપાડા વિસ્તારમાં સોમવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આગને કારણે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા હતા. અંદાજે વીસેક જેટલાં સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતાં. આગમાં એકનું મોત થયું હતું. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી ઊડતા જોવા મળ્યા હતા. (જયપ્રકાશ કેળકર)