અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગની દીવાલ ધસી પડતા પાંચ મજુરો દટાયા, ત્રણનાં મોત બે સારવાર હેઠળ

આપણું ગુજરાત

Ahmedabad: આજે સવારે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ(heavy rain) વરસ્યો હતો. ભારે વરસાદને પગલે ઓગણેજ વિસ્તારમાં દશેશ્વર ફાર્મ પાછળ આવેલી એક નિર્માણાઘીન બિલ્ડીંગની દીવાલ ધસી(wall collapse) પડી હતી. જેમાં પાંચ મજુરો(labours) દટાયા હતા. ઘટનાની જાણ કરાતા ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દટાયેલા પાંચેય મજૂરોને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે તમામને રેસ્ક્યૂ કર્યા હતા.
પાંચેય મજુરોને બેભાન અવસ્થામાં હતા. તેઓને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં મોકલાયા હતા. સારવાર દરમિયાન ત્રણ મજુરોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
મળતી માહિતી મુજબ વરસાદથી બચવા મજુરોએ દીવાલનો સહારો લીધો હતો. જે બાદ ધોધમાર વરસાદને કારણે આ દીવાલ ધરાશાયી થઇ હતી. આ ઘટનાને પગલે વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
નોંધનીય છે કે આજે સવારે શહેરમાં વિવિધ વિસ્તારમાં એક કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસ્યો હતો જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદના પગલે શહેર DEO એ આદેશ આપ્યો કે, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઇ દરેક શાળાના આચાર્યએ પોતાની વિવેક બુદ્ધિથી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવો. હજુ વરસાદની આગાહી હોવાથી ઘણી શાળાઓએ વિદ્યાથીઓ રજા આપી દીધી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.