બિહારમાં ગેરકાયદેસર ફટાકડાના એકમમાં પ્રચંડ વિસ્ફોટમાં પાંચ લોકોનાં મોત

દેશ વિદેશ

વિસ્ફોટ: બિહારના સરન જિલ્લાના છપરા સ્થિત ખોઇબાગ માર્કેટમાં ફટાકડાના કારખાનામાં ધડાકો થયા બાદ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી રહેલા પોલીસકર્મીઓ. (પીટીઆઈ)

સારણ (બિહાર): બિહારના સારણ જિલ્લામાં રવિવારે એક ગેરકાયદેસર ફટાકડાના એકમમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ચાર વર્ષનું બાળક અને એક મહિલા સહિત ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ચાર ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ખોડાઈબાગ બજારની ત્રણ માળની ઈમારત જેમાં ફટાકડા બનતા હતા તે ધરાશાય થઈ ગઈ હતી, એમ સારણના પોલીસ અધિક્ષક સંતોષ કુમારે જણાવ્યું હતું. ઘરના માલિકની ઓળખ શબીર હુસૈન તરીકે કરવામાં આવી છે અને તે કથિત રીતે ગેરકાયદે ફટાકડાનું યુનિટ ચલાવતો હતો. ફસાયેલા લોકો જો કોઈ હોય તો તેમને કાટમાળ નીચેથી કાઢીને બચાવવાની કામગીરી ચાલી રહી છે. અમે મૃતકોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ફોરેન્સિક નિષ્ણાતોને પટનાથી આવવા માટે કહેવામાં આવ્યું છે. વધુ તપાસ ચાલુ છે એમ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઇ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.