મધ્ય પ્રદેશમાં CMના કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહેલી બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બસ પલટી જતાં પાંચ જણના મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જ્યારે વીસ લોકોને ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સાધનો દ્વારા આપવામાં આવી રહી છે. દુર્ઘટનાની માહિતી મળતાં સીએમ શિવરાજ અને રાજ્યપાલ મંગુભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
રાજ્યપાલ મંગુભાઈ પટેલનો આજે કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગામડામાંથી સેંકડો બસો ઉમરીયા આવી રહી હતી અને આવી જ એક મુસાફરોથી ભરેલી બસ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માત ખંખરી ખાતે નેશનલ હાઈવે ઓવરબ્રિજ પર થયો હતો અને એક્સિડન્ટમાં ઈજા પામેલા લોકોને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુખ્ય પ્રધાનના કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલાં સમર્થકોની અન્ય બસને પણ આ અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામ નડ્યો હતો. બાઇકને બચાવવા બસ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આ અકસ્માત થયો હતો.
ભૂતપૂર્વ સીએમ કમલનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને સીએમ શિવરાજને ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ઉમરિયા જિલ્લામાં મુખ્ય પ્રધાનના કાર્યક્રમમાં જઈ રહેલી બસના અકસ્માતને કારણે લોકોના દુઃખદ મૃત્યુના સમાચાર મળ્યા છે. મૃતકોની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
उमरिया ज़िले में मुख्यमंत्री के कार्यक्रम में जा रही बस के दुर्घटनाग्रस्त होने से 5 लोगों की दुखद मृत्यु होने का समाचार प्राप्त हुआ। मैं ईश्वर से मृतकों की आत्मा की शांति की प्रार्थना करता हूँ।
मैं मुख्यमंत्री जी से जानना चाहता हूँ कि उनके कार्यक्रमों में लगातार बस दुर्घटनाएँ…— Kamal Nath (@OfficeOfKNath) May 24, 2023
પોતાના ટ્વીટમાં કમલનાથે એવું પણ જણાવ્યું હતું કે હું મુખ્ય પ્રધાન પાસેથી એ વાત જાણવા માંગુ છું કે તેમના કાર્યક્રમોમાં વારંવાર બસ અકસ્માતો કેમ થાય છે અને મધ્યપ્રદેશના નાગરિકોના મોત કેમ થઈ રહ્યા છે? આ અકસ્માતોને રોકવા માટે કેમ કંઈ કરવામાં આવતું નથી? સરકારી ખર્ચે તમારા તમાશા માટે જનતાનો દુરુપયોગ કરવો અને તેમનો જીવ જોખમમાં મૂકવો એ માત્ર જઘન્ય અપરાધ નથી પણ પાપ છે. મેં ભૂતકાળમાં પણ કહ્યું હતું અને ફરી કહું છું કે સત્તાના નામે નર નારાયણનું અપમાન ન કરો…