ગર્ભપાતને લગતા પાંચ ચુકાદા જ્યાં, ભારતીય કોર્ટે મહિલાના હકને સૌથી વધારે મહત્ત્વ આપ્યું

લાડકી

સાંપ્રત -કલ્પના મહેતા

તાજેતરમાં અમેરિકાની કોર્ટે રો વિરુદ્ધ વાડેના જજમેન્ટમાં ફેરફાર કર્યો હતો, જેના દ્વારા ૫૦ વર્ષથી અમેરિકન મહિલાઓને સલામત ગર્ભપાતનો હક મળતો હતો. આ કાયદાનો લાભ લઈ અમેરિકામાં લાખો મહિલાઓએ ગર્ભપાતના હકનો ઉપયોગ કર્યો હતો. આ ચુકાદાનો સખત વિરોધ થયો. અમેરિકી પ્રમુખ જો બાયડેને પણ આને ક્રૂર અને કરુણ કહ્યો. સાથે આ ચુકાદો અમેરિકાને ૧૫૦ વર્ષ પાછળ ધકેલી દેશે તેવી વ્યથા પણ વ્યક્ત કરી.
આ ઘટનાએ ભારતમાં પણ ગભર્પાત અને તેના કાયદાઓની ચર્ચાને હવા આપી. ભારતમાં ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગન્સીનો કાયદો ૧૯૭૧માં પાસ થયો ને ૧૯૭૨માં ગભર્પાતને કાયદાકીય રક્ષણ મળ્યું. આ કાયદો શાંતિલાલ શાહ કમિટીએ રજૂ કરેલા અહેવાલોને આધારે થયો હોવાનું માનવામાં આવે છે. આ કાયદામાં ૨૦૨૧માં સુધારો કરવામાં આવ્યો.
આ સુધારામાં ગભર્પાત માટેનો સમયગાળો ૨૦ ને બદલે ૨૪ અઠવાડિયા કરવામાં આવ્યો. જોકે આ જોગવાઈ માત્ર બળાત્કારનો ભોગ બનેલી પીડિતા, સગીરા કે દિવ્યાંગ મહિલાઓ માટે જ છે.
આ સુધારા અનુસાર જો ભૃણમાં કોઈ દિવ્યાંગતા રહેલી હોય તો સમયની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. મેડિકલ બોર્ડ દ્વાાર આને પ્રમાણિત કરવામાં આવે તેવી શરત પણ કાયદામાં છે. આ સુધારાઓ આવકાર્ય છે, પરંતુ હજુ કતે મહિલાઓને પૂરતો હક આપી શકે તેમ નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હજુ પણ ગભર્પાત કરાવવાની સુવિધા ભારતમાં જોઈએ તેવી નથી. ભારતમાં દર ૧૦,૧૮૯ જણે એક સરકારી ડોક્ટર છે અને મેડિકલ પ્રોફેશનલની અછત છે. જેથી મહિલાને સલામતીપૂર્ણ ગભર્પાત કરાવવાનું સહેલાઈથી શક્ય બનતું નથી. આ સાથે સામાજિક માન્યતાઓ પણ કારભૂત છે.
આવા કાયદા અને અન્ય અડચણો છતાં ભારતીય ન્યાયતંત્રએ મહિલાઓના આ હકને સર્વોપરિ માન્યો છે. જેમાં નીચેના પાંચ ચુકાદા મહત્વપૂર્ણ છે.
૧. એપ્રિલ ૨૦૨૦- કેરળ હાઈ કોર્ટે ૧૪ વર્ષની બળાત્કારનો ભોગ બનેલી કિશોરીના ૨૪ અઠવાડિયાના ગર્ભને કઢાવવાની પરવાનગી આપી હતી.
૨. ફેબ્રુઆરી ૨૦૨૨- કોલકત્તા હાઈ કોર્ટે ૩૬ વર્ષીય મહિલાને ૩૫ અઠવાડિયાના ગર્ભને કાઢાવવાની પરવાનગી આપી હતી કારણ કે ગર્ભનું બાળક સ્પાઈનની સમસ્યા સાથે પેદા થતું હતું.
૩. ડિસેમ્બર ૨૦૨૧: કર્ણાટકની બળાત્કાર પીડિતાને કોર્ટે ૨૪ અઠવાડિયા બાદ ગભર્પાત કરવાની પરવાનગી આપી હતી. આ કિશોરી તે સમયે સગીર વયની હતી. કોર્ટે આ સાથે એ વાતને પણ ધ્યાનમાં રાખી હતી કે આ પીડિતાને તેની માતા એકલા હાથે ઉછેરતી હતી અને તે સમયે તે અભ્યાસ પણ કરતી હતી.
૪. ફેબ્રુઆરી ૨૦૨૨: ઉત્તરાખંડ હાઈકોર્ટે ૧૬ વર્ષની બળાત્કાર પીડિતાને ૨૮ અઠવાડિયા બાદ ગભર્પાતની પરવાનગી આપી હતી. બળાત્કાર થયો હોવાથી કોર્ટે તેને આ પરવાનગી કાયદાની બહાર જઈ આપી હતી.
૫. માર્ચ ૨૦૨૨: કેરળ હાઈકોર્ટે દસ વર્ષીય બળાત્કારપીડિતાને ૩૧ અઠવાડિયા બાદ ગભર્પાતની પરવાનગી આપી હતી. આ કેસમાં છોકરીની માતાએ પિટિશન કરી હતી અને કથિત રીતે બળાત્કારી છોકરીના પિતા હતા. કોર્ટે આ મામલે જણાવ્યું હતું કે કથિત બળાત્કારી તેના પિતા ખુદ છે. અમને ખાતરી છે કે કાયદા અનુસાર તેને સજા મળશે. પીડિતા માત્ર દસ વષર્ની હોવાથી તેના સ્વાસ્થ્યની સમસ્યા સર્જાય તેવી શક્યતા છે, તેમ જજે કહ્યું હતું. આ સાથે જો તેના ગભર્નું બાળક જીવતું રહે તો તેની દેખભાળ રાજ્ય સરકાર અને બાળ કલ્યાણ કમિટીએ કરવાની રહેશે, તેમ પણ કોર્ટે જણાવ્યું હતું.
આ તમામ કેસમાં કાયદાની સીમા બહાર મહિલાના હિતને ધ્યાનમાં રાખીને ચુકાદા આપવામાં આવ્યા છે. જોકે આમાંથી મોટા ભાગના કેસ બળાત્કારને લીધે ગર્ભવતી બનતી પીડિતાના છે. સામાન્ય મહિલા કે યુવતી તરીકે ગભર્પાતને લઈ ભારતમાં હજુ ઘણું પારંપારિક વાતાવરણ છે, તેમ માનવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.