પાંચ આહાર જે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે

પુરુષ

વિશેષ – અનંત મામતોરા

કોવિડના ઉપદ્રવ પછી લોકો પોતાના આરોગ્ય તરફ વધુ જાગૃત થયા છે. લોકોને સમજાયું છે કે શરીરમાં પહેલેથી હાજર વિકૃતિઓને કારણે જ્યારે રોગચાળો ફેલાય છે ત્યારે તેની ગંભીર અસર થાય છે. માનવ શરીર કુદરતની શ્રેષ્ઠ રચના છે. તમારું શરીર એવી વ્યવસ્થિત રીતે કામ કરે છે કે તેમાંની દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી હોય છે. શરીરનાં અંગો, સ્નાયુતંત્ર, ચેતાતંત્ર, હાડકાં, કોષો વગેરે શરીરની દરેક ક્રિયા માટે જવાબદાર છે.
એ જ રીતે, શરીરનું આવશ્યક અંગ લોહી છે. લોહી શરીરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રક્તકોશિકાઓમાં ઓક્સિજન વહન કરે છે, જેથી તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકે. તે આહારમાંથી શરીરના વિવિધ કોષોમાં હોર્મોન્સ, પ્રોટીન, ચરબી અને વિવિધ પોષક તત્ત્વોનું વહન કરીને કોશિકાઓ સુધી લઇ જાય છે.
સંશોધન સૂચવે છે કે પુખ્ત વ્યક્તિના શરીરમાં લગભગ ૪.૫થી ૫.૭ લિટર લોહી હોય છે. સ્વસ્થ જીવન માટે રક્ત કોઈ પણ અવરોધ વિના વહેતું રહે તે જરૂરી છે. આ પ્રક્રિયા સરળતાથી ચાલવા માટે તમારે ખાતરી કરવી પડશે કે તમારું લોહી હંમેશાં શુદ્ધ રહે.
લોહીને સ્વચ્છ અને ટોક્સિન મુક્ત રાખવા માટે મહેનત કરવાની કે મોંઘો ખોરાક ખાવાની જરૂર નથી. લિવર અને કિડની લોહીમાંથી કચરો કાઢીને તેને તોડીને લોહીને શુદ્ધ કરે છે. એટલા માટે આપણે આ અંગોને યોગ્ય રાખીએ તે જરૂરી છે. જો આ અંગો યોગ્ય રહેશે તો દેખીતી રીતે જ લોહી શુદ્ધ રહેશે. આ લેખમાં અમે તમને કેટલાક એવા આહાર વિશે માહિતી આપીશું, જેનું સેવન લોહીને શુદ્ધ રાખવામાં મદદ કરશે.
શુદ્ધ લોહીના ફાયદા
ખીલ, ડાઘ અને શુષ્ક-અસ્વસ્થ ત્વચા જેવી ત્વચાની સમસ્યાઓ થશે નહીં. આ ખામીઓ લોહીની ખરાબીને કારણે છે. લોહીમાં રહેલાં ઝેરી તત્ત્વોને કારણે એલર્જી, માથાનો દુખાવો, ઊબકા જેવી સમસ્યાઓ થાય છે. જો તમારું લોહી શુદ્ધ હશે તો તમે તેમનાથી બચી શકશો. જો શુદ્ધ લોહી હોય તો કિડની, હૃદય, લિવર, ફેફસાં અને લસિકા તંત્ર પણ સારી રીતે કાર્ય કરશે. જ્યારે લોહી ચોખ્ખું હોય ત્યારે વિટામિન્સ અને પોષક તત્ત્વોનું સારી રીતે પરિભ્રમણ થશે.
ચાલો આપણે એવા આહાર વિશે પણ જાણીએ જે લોહીને શુદ્ધ રાખે છે.

લીલાં પાંદડાંવાળાં શાકભાજી
ઘણા લોકોને લીલાં પાંદડાંવાળાં શાકભાજી ખાવાનું પસંદ નથી હોતું, પરંતુ લીલાં શાકભાજી જરૂરી પોષક તત્ત્વો અને એન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેના સેવનથી ઘણી બીમારીઓ શરીરમાંથી દૂર રહે છે. તમે લીલાં શાકભાજીમાં કોબી, લેટ્યુસ, પાલક અને સરસવનું સેવન કરી શકો છો. તેઓ યકૃતમાં ઉત્સેચકો વધારવા માટે જવાબદાર છે, જે રક્તની બિનઝેરીકરણ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.

તાજાં ફળો
સફરજન, આલુ, નાસપતિ અને જામફળ વગેરેમાં પેક્ટિન ફાઈબર જોવા મળે છે. તે લોહીને સ્વચ્છ રાખવામાં ઉપયોગી છે. ફળો લોહીમાં વધારાની ચરબીની સાથે હાનિકારક રસાયણો અને ઝેર દૂર કરે છે. આ સિવાય ટામેટામાં જોવા મળતું લાઈકોપિન ગ્લુટાથિયન ખતરનાક કેમિકલને ખતમ કરે છે, તેથી તમારા આહારમાં સ્ટ્રોબેરી, બ્લેકબેરી અને ક્રેનબેરી જેવાં ફળોનો સમાવેશ કરવો પણ સારું છે, જે લિવરને પણ સ્વસ્થ રાખે છે.

પાણી
પાણી કુદરતી રક્ત શુદ્ધીકરણ છે. કિડની પેશાબ દ્વારા ઝેર દૂર કરે છે અને આ પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. પાણી શરીરમાંથી તમામ હાનિકારક રસાયણો અને ઝેરી તત્ત્વોને બહાર કાઢે છે અને તમામ અવયવોને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. આયુર્વેદ અનુસાર, પાણીનો ઉપયોગ રક્ત શુદ્ધીકરણ તરીકે કરી શકાય છે. આ માટે તાંબાના વાસણમાં થોડું ગરમ પાણી આખી રાત રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટે તેને પીઓ.

ગોળ
ભારતીય ઘરોમાં ગોળનો ઘણો ઉપયોગ થાય છે. તે કુદરતી રક્ત શુદ્ધીકરણ તરીકે ઓળખાય છે. અશુદ્ધ (અન-રિફાઇન્ડ) ખાંડમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સાફ કરવામાં મદદ કરે છે. તેના સેવનથી કબજિયાત મટે છે અને શરીરમાંથી કચરો દૂર થાય છે. ગોળમાં જોવા મળતા આયર્નનું ઉચ્ચ પ્રમાણ હિમોગ્લોબિનનો સ્તર વધારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં સ્વસ્થ લોહી વહે છે.

હળદર
હળદર એક શ્રેષ્ઠ કુદરતી ઉપચાર છે, જે સોજા સામે લડવામાં મદદ કરે છે. તે યકૃતના કાર્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન કમ્પાઉન્ડ શરીરની મોટા ભાગની સમસ્યાઓ સામે લડવા માટે જાણીતું છે. મોટા ભાગના નિષ્ણાતો મુજબ હળદરવાળા દૂધમાં શરીરને જરૂરી પોષક તત્ત્વો વધુ હોય છે અને તે લાલ રક્તકણોને વધારવામાં મદદ કરે છે. આ સાથે તે લોહીને કુદરતી રીતે સાફ પણ કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.