OMG! બાઈક પર બેસતા જ સીટ નીચે થઈ હલચલ, ડિક્કી ખોલીને જોયું તો ઉડી ગયા હોશ

દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના આગરામાં પાંચ અલગ અલગ જગ્યાએથી સાપ મળી આવ્યા બાદ તેને પકડીને જંગલમાં છોડવામાં આવ્યા હતાં. પહેલો મામલો શાસ્ત્રીપુરમથી સામે આવ્યો હતો, જ્યાં બાઈકના એન્જિનમાં પાંચ ફૂટ લાંબો રૈટ સ્નેક મળી આવતાં Wildlife SOSમાં કામ કરતાં લોકોએ પકડ્યો હતો અને તાત્કાલિક સુરક્ષિત રીતે જંગલમાં છોડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર પુષ્પેન્દ્ર કશ્યપ સ્કૂટર પર બેઠો અને ત્યારે તેને એવું લાગ્યું કે સ્કૂટરમાં કોઈ ચીજ હલી રહી છે. આખું સ્કૂટર તપાસ્યા બાદ જોયું તો સીટની અંદર સાંપ મળી આવ્યો હતો. તેણે તાત્કાલિક વાઈલ્ડલાઈફ એસઓએસ સાથે સંપર્ક સાધ્યો હતો અને મદદ માંગી હતી અને તાત્કાલિક તેનું રેસ્ક્યુ કરીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.
બીજો મામલો ફતેહપુર પાસે માછલી પકડવાની જાળીમાં પાંચ ફૂટનો કોબરા ફસાઈ ગયો હતો, જેને બચાવવામાં આવ્યો હતો. ત્રીજો મામલો અછનેરા વિસ્તારનો હતો, જ્યાં એક સાથે બે સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે કિરાવલી અને કુબેરપુર વિસ્તારમાં પણ ખતરનાક સાપને પકડી પાડવામાં આવ્યા હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.