Homeટોપ ન્યૂઝઅફસોસઃ તમીળનાડુમાં છેલ્લા વીસ દિવસમાં પાંચ હાથી માર્યા ગયા, આ છે કારણ

અફસોસઃ તમીળનાડુમાં છેલ્લા વીસ દિવસમાં પાંચ હાથી માર્યા ગયા, આ છે કારણ

જંગલો અને વન્યજીવન બચાવવાની મોટી મોટી વાતો અને છાશવારે વન્યજીવોના લેવાતા જીવ. વન-જંગલનો નાશ કે આપણી સહુલિયતો માટે કરવામાં આવતી વ્યવસ્થાઓ જાનવરો માટે કેવી મુશ્કેલી સર્જી દે છે તે આપણે સમજતા નથી. તમીળનાડુમાં માત્ર વીસ જ દિવસમાં પાંચ હાથી માર્યા ગયા છે અને તે પણ વીજળીના શોકથી. ખેતર આસપાસ રક્ષણ માટે વીજવાયરથી વાડ બાંધવામાં આવે છે અને તેનાં શોકથી આ હાથીઓ મૃત્યુ પામે છે. ગુજરાતના ગીર વિસ્તારમાં સિંહ હોય કે નાગપુરના વિસ્તારોમાં વાઘ હોય, જંગલી જનાવરોનું મરવાનું આ એક મોટું કારણ છે.
તાજેતરમાં જ પોચીયૂર ફોરેસ્ટ રેન્જમાં એક પુખ્ત હાથી વીજશોકને લીધે મૃત્યુ પામ્યો હતો.
હાથીના માથે આખો વીજળીનો થાંભલો પડી ગયેલો મળ્યો હતો. અહીંના અધિકારીના જણાવ્યા અનુસાર હાથીઓને પોતાનું શરીર કોઈ વસ્તુ સાથે ઘસવાની આદત હોય છે. આમ કરવા જતા થાંભલો પડી ગયો હોવાની અને તેને શોક લાગ્યો હોવાની શક્યતા છે.
આ અંગે તમીળનાડુના એડિશનલ ચીફ સેક્રેટરી ઓફ એન્વાર્યનમેન્ટ, ક્લાઈમેટ ચેન્જ એન્ડ ફોરેસ્ટ, સુપ્રિયા સાહુએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે ઈલેક્ટ્રિકલ વાડ બનાવતા, થાંભલા બનાવતા કે વાયરોની ઉંચાઈ વધારતા લોકો સામે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. અમારા લોકો ઘરે ઘરે જઈને જડતી લે છે અને જેઓ વારંવાર આમ કરતા પકડાઈ છે, તેના પર નજર રાખવામાં આવે છે.
દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે ધરમપુરી જિલ્લામાં 19 એપ્રિલે ચાર હાથીની વીજશોકથી મરી જવાની ઘટના સામે જવાબદાર અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે.
20મી માર્ચે સંસદમાં પણ હાથીના મોત વિશે ચર્ચા થઈ હતી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે 2019થી અત્યાર સુધીમાં ત્રણ વર્ષમાં 198 હાથી માત્ર વીજશોકથી માર્યા ગયા છે. 41 રેલવે અકસ્માતમાં અને 27 શિકારીનો શિકાર બની ગયા છે જ્યારે આઠ ઝેરી અસરને લીધે મૃત્યુ પામ્યા છે. એકલા તમીળનાડુમાં જ 2019માં 29 હાથી મૃત્યુ પામ્યા છે.
આજે પણ વૈશ્વિક બજારમાં હાથીદાંતની કિંમત કરોડોમાં હોય છે, આથી હાથી જેવા પ્રાણીઓ શિકારીની નજરમાં જ હોય છે. પણ આસપાસ વસતા લોકો પોતાના ખેતર આસપાસ વીજવાયરની વાડ ન બાંધતા રક્ષણ માટે અન્ય કોઈ રસ્તો અપનાવે તો આપણે હાથી સહિતના કેટલાય વન્યજીવોને બચાવી શકીશું.

“>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -