ઝારખંડઃ દેશના ઝારખંડ રાજ્યમાંથી અત્યારે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર મુજબ નક્સલવાદી અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં જવાનો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.
ઝારખંડના ચાઈબાસા ખાતે નક્સલવાદીઓ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આઈઈડી વિસ્ફોટમાં પાંચ સીઆરપીએફના જવાનો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. જવાનોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત જવાનો સીઆરપીએફની કોબ્રા બટાલિયનના હતા.
જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું એ સમયે આ અથડામણ થઈ હતી અને આઈઈડીના સંપર્કમાં આવતા વિસ્ફોટ થયો હતો. જેમાં પાંચ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત જવાનોને એરલિફ્ટ કરીને રાંચીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની વધુ માહિતી માટે જાણી શકાઈ નથી.