વસઇમાં પાંચ આરોપી પકડાયા: ચોરી, વાહનચોરીના ૧૮ ગુના ઉકેલાયા

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાયંદર: વસઇની વાલિવ પોલીસે પાંચ આરોપીને પકડી પાડી ચોરી અને વાહનચોરીના ૧૮ જેટલા ગુના ઉકેલી કાઢ્યા હતા. આરોપીઓ પાસેથી રૂ. ૫.૫૦ લાખની મતા જપ્ત કરાઇ હતી.
વસઇ પૂર્વમાં ચોરી અને વાહનચોરીના કિસ્સા વધી રહ્યા હોવાથી તેમાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવા પોલીસની વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ ટીમે મળેલી માહિતીને આધારે વસઇ પૂર્વમાં રહેતા સોનુ અખિલેશ ચૌબે, વારિસ સિદ્દિકી, કમલેશ હરિલાલ યાદવ, સની સલીમ શેખ અને પ્રકાશ ચંદ્રકાંત જાધવને તાબામાં લીધા હતા. આરોપીઓ વિરુદ્ધ વાલિવ, પેલ્હાર, આચોલે, તુલિંજ, નયાનગર અને સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ હોવાનું જાણવા મળ્યું હતું. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.