Homeતરો તાજાસ્વ ઉત્ક્રાંતિનો ધર્મ ચાલો, ભાવના વિજ્ઞાનના જગતમાં ડોકિયું કરીએ

સ્વ ઉત્ક્રાંતિનો ધર્મ ચાલો, ભાવના વિજ્ઞાનના જગતમાં ડોકિયું કરીએ

ફિટ સોલ-ડૉ. મયંક શાહ

દરેક મનુષ્ય સુખ, શાંતિ, પ્રગતિ અને આનંદ ઝંખે છે. માનવ જીવનના પ્રત્યેક પાસા એજ ધ્યેયને અનુલક્ષીને હોય છે, પરંતુ સાચા સુખ અને આનંદની વ્યાખ્યા જ દ્વિધાકારી હોય છે. એ સત્યને જાણવા માટે, એ સાચી સમજ બુદ્ધિ કેળવવા માટે બધા જીવો સંઘર્ષ કરતા હોય છે. સાચી સમજ સામાન્ય તર્ક અથવા અનુમાન દ્વારા નહીં પણ આતમની એક વિશેષ જ્ઞાનશક્તિનો પ્રકાશ હોય છે. આપણા જીવનને સાચી દિશા આપવી હોય તો પ્રત્યેક જીવ પોતાના અસ્તિત્વના બે પાસાં સન્મુખ થતો હોય છે. એક પાસો બાહ્ય જગતની રાસલીલાથી રંગાયેલો ભાસે છે અને બીજો પાસો આત્મ પ્રદેશના દર્શન કરાવે છે. આ બંને પાસાઓના કેન્દ્રમાં એક પરમ તત્ત્વ બિરાજમાન હોય છે… એ આત્મામાં રહેનાર ‘આત્મા’, એ ‘સ્વયં’ની ઓળખ છે. ભારતીય સંસ્કૃતિએ ‘સ્વયં’ની ઉત્ક્રાંતિને ઉચ્ચત્તમ સ્થાન આપતા, એને જ જીવનનો પરમ ધ્યેયનો દરજજો આપ્યો છે. ‘સ્વ-ઉત્ક્રાંતિ’ એ માત્ર આત્માની ઉત્ક્રાંતિ સાથે સીમિત નથી, પરંતુ એ વર્તમાન જીવનને ઉન્મત્ત બનાવવા અને દેશ રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવાનું પણ વિજ્ઞાન છે. આપણી ‘આધ્યાત્મિક’ શક્તિઓનો અસીમ દર્શન સાથે એની દૈનિક જીવનમાં ઉપયોગિતાને જાણી આપણી આત્માને ‘ફીટ’ બનાવીએ.
ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ ‘આત્મ-વિજ્ઞાનનો’ મહાસાગર છે. આપણી સંસ્કૃતિનો મૌલિક સિદ્ધાંત એક મહત્ત્વનો સંદેશ આપી જાય છે. ‘આપણું બાહ્ય જગત આપણા જ આતમ જગતનું પ્રતિબિંધ છે. આતમની શક્તિઓ પર સ્વામિત્વ મેળવવાથી આપણે વિકસિત અને ઉચ્ચત્તમ જીવન જીવી શકશું. આતમ જગત એટલે મન-ચિત્ત, બુદ્ધિ, અહં-આત્મા અને સૂક્ષ્મ શરીરનો દિવ્ય સામ્રાજ્ય છે.
અનેક દાર્શનિક શાસ્ત્રોનું અધ્યયન કરવાથી, એમા રહેલ વિજ્ઞાનિક પ્રકલ્પો આપ સૌ સમક્ષ મૂકવાની ઈચ્છા થઈ.
આધ્યાત્મિક વિજ્ઞાનને ત્રણ પાસાઓમાં વિભાજિત કરવાથી એની સાધના સરળ બની જાય છે. પહેલો પાસો એટલે દૈનિક જીવનમાં વિકાસ, બીજો પાસો એટલે મન – ચિત્ત – બુદ્ધિને ચેતનવંત કરવું અને ત્રીજો પાસો એટલે આત્માની ઉર્ધ્વગતિ… આ ત્રણે પાસાઓમાં મન – ચિત્ત – બુદ્ધિ કેન્દ્રનું સ્થાન ધરાવે છે.
આધુનિક જગતમાં સંશોધન દ્વારા પ્રગતિ જરૂર થઈ છે, પણ આપણે આપણા જ ગુણ – શક્તિઓથી વંચિત છીએ. ભ્રમણાયુક્ત બાહ્ય જગત અને ઉપરછલ્લી જીવનશૈલીમાં આપણે માર્ગચ્યૂત થઈ ગયા છીએ. વર્તમાન સંસ્કૃતિ તોફાની છે. અશુદ્ધ ખોરાક, પ્રદૂષિત વાતાવરણયુક્ત કૃત્રિમ જીવનને સર્વસ્વ માની બેઠા છીએ.
શાંતિ અને સંતોષ દ્વારા આત્માને પોષણ આપવાને બદલે આપણે ભોગ-વિલાસની ઈચ્છાઓ અને વાસનાઓથી રંગાઈ ગયા છીએ. મન-ચિત્તની ઉત્તેજિત અને અસ્થિર દશા સાથે જીવનને દિશાહીન બનાવી દીધું છે. આપણા જીવન અને એની દિશાનું અવલોકન કરી ફરીથી સનમાર્ગી થઈ જઈએ…
પ્રકાશિત થનાર લેખ –
શૃંખલામાં સૂક્ષ્મ શરીરોને પ્રાણવંત બનાવવાનું વિજ્ઞાન, મન-ચિત્તને ઉજાગર કરવા માટે સાધના અને આત્માને શુદ્ધ અને અબાધિત દશામાં સ્થિર કરવા માટે પરમ પુરુષાર્થને પીરસવાનું કોશિશ કરીશ…
મન-ચિત્તનું વિજ્ઞાન
મન અને ચિત્ત બંને ગહન વિષયો છે. મન વિષે વર્તમાન સમજ અને ચિત્તની દાર્શનિક કલ્પનાનો સમન્વય કરવાની જરૂર છે. બંને વચ્ચે સૂક્ષ્મ તફાવત પણ છે. મન ચિત્તની શક્તિઓ આપણા સ્વાસ્થ્ય, સફળતા અને ઉત્ત્ક્રાંતિને પ્રભાવિત કરે છે. મન – ચિત્તમાંજ સુખ અને શાંતિની ચાવી છે અને કૈવલ્યની પ્રાપ્તિ છે. ચિત્ત
ચેતનાનું અંશ છે જે આપણા અનુભવોના સંસ્કાર ધરાવે છે. તે મૂળભૂત વૃત્તિઓનું સ્થાન પણ છે જે આપણી જીવનને દિશા આપે છે. મન એ વિશ્ર્લેષણાત્મક જ્ઞાનનું સાધન છે. મન આપણી અભિવ્યક્તિઓ ને (ખફક્ષશરયતફિંશિંજ્ઞક્ષ) આકાર આપવાની શક્તિ ધરાવે છે. મન ચિત્ત વૃત્તિઓથી પ્રભાવિત થાય છે અને આપણા સ્વભાવ અને વ્યક્તિત્ત્વને જન્મ આપે છે.
પરમાર્થ પામવા માટેની યાત્રાનું પહેલું પગથિયું એટલે આપણા ગર્ભમાં રહેલ વૃત્તિઓનું શુદ્ધીકરણ અને શુભ દિશા વહન કરવું આવશ્યક છે. વૃત્તિઓને સન્માર્ગે લઈ જનાર વિજ્ઞાન એટલે ‘વ્રત’!
૪૦ વર્ષથી વધુની વૈદિકય સેવાઓમાં મેં વાત ખાસ અનુભવી છે – મનુષ્ય વૃત્તિઓને બદલે છે ત્યારે તેનું સ્વાસ્થ્ય અને જીવન બંને બદલાઈ જાય છે.
વ્રતના મૂળમાં ‘ભાવના – વિજ્ઞાન’ બિરાજમાન છે. ભાવનાઓને આત્મસાત કરવાથી વ્રત સિદ્ધિ મળે છે અને અશુદ્ધ વૃત્તિઓ નિર્મૂળ થાય છે. ભાવના વિજ્ઞાન જગતમાં ડોકિયું કરીએ ને સ્વઉત્ક્રાંતિ તરફ પ્રયાણ કરીએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular