ફિટ સોલ – ડૉ. મયંક શાહ
‘મન’ એક અદ્ભુત વિષય છે તે આપણા અસ્તિત્વને પ્રભાવિત તો કરે જ છે સાથે સમગ્ર મનના ઘટનાક્રમમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. શાસ્ત્રોમાં મનને સુખ-દુ:ખનું કારણ કહ્યું છે. મન આપણા શારીરિક-માનસિક આરોગ્યને ગંભીરપણે પ્રભાવિત કરે છે. મનની મહત્તાને આપણે સ્વીકારી લીધી છે છતાં પણ મનને સમજવા માટેનું મનોવિજ્ઞાન આજે પણ અવિકસિત છે. મનોચિકિત્સા મન વિજ્ઞાન ક્ષેત્રનો એક અગત્યનો ભાગ છે.
પ્રાચીન કાળમાં પણ મન અને રોગ વચ્ચે સંબંધ છે એમ માનવામાં આવતું. એટલું જ નહીં, મન અને મનોભાવ દ્વારા શરીર પર થતી અસરનું વિવરણ પણ મળી આવે છે, જે આજે પણ ઉપયોગી છે.
મનોભાવ (ઊળજ્ઞશિંજ્ઞક્ષ) શારીરિક અવ્યય (ઘલિફક્ષત)
ક્રોધ (અક્ષલયિ) પિત્તાશય (કશદયિ)
ભય (ઋયફિ) મૂત્રપિંડ (ઊંશમક્ષયુ)
ઉશ્કેરાટ (ઊડ્ઢભશળિંયક્ષિ)ં હૃદય (ઇંયફિિ)ં
ઉદાસીનતા/શોક (જફમક્ષયતત) ફેફસાં (કીક્ષલ)
ચિંતા (ઠજ્ઞિિુ) બરોળ (જાશયક્ષ)
મનોભાવ જ્યારે વિકૃત બને છે ત્યારે તે પણ શક્તિને ક્ષીણ કરે છે અને તેના નિશ્ર્ચિત અવ્યયોને પણ નબળા પાડી દે છે. પરિણામ સ્વરૂપે પ્રતિકાર શક્તિ પણ નબળી પડે છે અને રોગ પ્રવેશ માટે દ્વાર ખુલી જાય છે.
મન અને કેન્સરની પ્રક્રિયા વચ્ચે પણ ગાઢ સંબંધ છે. આપણા આત્મામાં વહેતી સૂક્ષ્મ ભાવનાઓની ગુણવત્તા અને વ્યહવારિક જીવનમાં ઉત્પન્ન થતી મનોભાવનાઓ આવા મહા રોગના કારણ બની જાય છે કેન્સર જેવી જટિલ બીમારીઓથી બચવા ભાવના વિજ્ઞાનને સમજવું પડશે અને જાણતા-અજાણતા આપણા દ્વારા થતી ભાવનાઓ વિશે સર્તકતા કેળવી પડશે.
રોગ ઉત્પન્ન કરનારી અશુદ્ધ સંસાર ભાવનાઓ
જીવનમાં જ્યારે સંઘર્ષ કરવો પડે, જ્યારે વિપરીત સંજોગોનો સામનો કરવો પડે, જ્યારે સંબંધોમાં કડવાશ અનુભવાય અથવા તો પોતાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ સંતોષાય નહીં ત્યારે મન-ચિત્ત આકુળ વ્યાકુળ થઈ જતી હોય છે. ભાવનાઓ સાંસારિક વિષયોમાં રમતી રહે અને નકારાત્મક વિચારોમાં વ્યક્તિ ડૂબી જાય છે આવી મનોદશા કેન્સરના બીજ બની જાય છે અને ભયંકર રોગ સ્વરૂપે પ્રકટ થાય છે. ફેફસાનાં કેન્સરમાં મનોદશા જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં સતત ત્રાસ અનુભવતી હોય અથવા કોઈ વિવાદ/વ્યથાનું કારણ હોય, સતત વિખૂટા/મરણ પામેલ સંબંધીની યાદ આવતી હોય, અતિ શોક અનુભવતા હોય ત્યારે જીવન પ્રત્યે નિરસતા અને મરણના વિચાર કરતા થઈ જાય છે. મૃત્યુનો ભય પણ લાગે છે અને કોઈની સાથે વાતો કરવાનું પણ મન થતું નથી. આવી ગુંગળામણવાળી મનોદશામાં કેન્સર થવાની શક્યતા હોય છે.
પિત્તાશય, પેટના કેન્સરમાં મનોદશા: ઘણી વ્યક્તિઓના જીવનમાં કોઈ એવી વાત આવે કે ‘ન કહેવાય-ન સહેવાય’ આવા સંજોગોમાં થતી અકળામણને ગળી જવું પડે છે અને જ્યારે ગુસ્સો અસહાય બની જાય ત્યારે જ્વાળામુખીની જેમ ક્રોધના લાવા વહે છે. આવી મનોદશામાં પિત્તાશયનો કેન્સર થવાની સંભાવના રહે છે.
ક્યારેક એવું પણ બને કે નાણાકીય તકલીફના કારણે વ્યક્તિને ઘણું સહન કરવું પડે છે. ખાવા પીવાના પણ વાંધા થઈ જાય છે, એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ધંધાકીય નુકસાની, ભવિષ્યની ચિંતા પણ પેટમાં કેન્સર માટેના સંજોગ નિર્માણ કરી શકે છે.
ઉપચાર ભાવના
જીવનની વિષમતાઓ સામે કેળવાયેલો માનસ જ ઉપયોગી નીવડે છે. માનસને કેળવવા માટે યોગ્ય ફિલસૂફીયુક્ત ભાવનાઓ ને સાધના દ્વારા સિદ્ધ કરવાથી આપણું આત્મબળ સક્ષમ બને છે અને પ્રતિકૂળ સંજોગો ને સમતાથી સમાવી શકાય છે.
ભાવનાઓને સિદ્ધ કરવા પાંચ પગથીયાંનો ઉલ્લેખ આપણે અગાઉ કરી ચુક્યા છીએ. ફેફસાંને શક્તિશાળી બનાવવા માટે અને એમાં પેસી ગયેલ રોગને કાઢવા માટે ‘નિસંગ’ ભાવનાથી સ્વસ્થતા અનુભવી શકાય છે. પિત્તાશયને શક્તિશાળી બનાવવા માટે ‘પ્રશમન’ ભાવના ઉપયોગી હોય છે.
આવતા લેખમાં ‘નિસંગ’ ભાવના અને ‘પ્રશમન’ ભાવનાને વિસ્તારથી જાણીશું અને એની સાધના પદ્ધતિ પર ધ્યાન આપશું. આવો પરિણામ લક્ષી સાધના કરીએ, શરીર, મન અને આત્માને સ્વસ્થ બનાવીએ! ઉ