ફિટ સોલ – ડૉ. મયંક શાહ
શુભ ભાવના કરો… નીરોગી રહો!
—
એક જાણીતા કૅન્સર ચિકિત્સકે વર્ષો પહેલાં એવું જાહેર કર્યું હતું કે માનસિક આઘાત અથવા જીવનમાં ઘર્ષણ મોટી બીમારીઓને આમંત્રણ આપે છે. તે વખતે તેમની ખૂબ નિંદા-ટીકા થઇ હતી. કારણ કે ૧૯મી સદીમાં આધુનિક વિજ્ઞાનની બોલબાલા હતી અને વૈદ્યકીય ક્ષેત્રે પણ જડ શરીરમાં જ બીમારીના સ્થૂળ કારણને શોધવાની મનોવૃત્તિ સર્વત્ર ફેલાઇ હતી. આધુનિક તબીબી યંત્રો દ્વારા બીમારીની જડોને શોધવાની કોશિશ થતી હતી. આ કોશિશને આંશિક સફળતા મળી. ત્યારે વૈદ્યકીય વૈજ્ઞાનિકોને એક વાત સમજાઇ કે બીમારીના કારણ શરીર ઉપરાંત મન-આત્મામાં પણ હોઇ શકે. હવે આશ્ર્ચર્ય એ છે કે આવાં વિધાન હજારો વર્ષ પહેલા આપણા આધ્યાત્મિક શાસ્ત્રોમાં હાજર હતાં!
વર્તમાન કાળમાં સાઇકો-ન્યુરો-હ્યુમનોલોજી (ઙતુભવજ્ઞ ગયફજ્ઞિષ… ) એક સન્માનપાત્ર અને સ્વીકૃત ક્ષેત્ર છે. મન દ્વારા મજજાતંતુ અને અન્ત સ્ત્રાવી ગ્રંથીએ (યક્ષમશિક્ષય તુતયિંળ) પર થતા પરિણામના સંશોધન કાર્યો હાથ ધરવામાં આવે છે. કૅન્સર જેવા અનેક હઠીલા રોગોના મૂળ મનમાં હોઇ શકે એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે. વધારામાં, અસ્વસ્થ મનનો ઉપચાર કરી અને કૅન્સર જેવી બીમારીઓમાં રાહત મળે, એ પણ સંશોધનનો વિષય બની ગયો છે. આધુનિક મનોવિજ્ઞાન મનરૂપી કોયડાનો ઉકેલ લાવવા માટે ભગીરથ પ્રયાસ કરી રહ્યો છે ત્યારે આપણા આગમ-વેદો આ વિષય પર શું પ્રકાશ પાડી શકે એ વાત રસપ્રદ બની રહેશે.
શાસ્ત્રો અનુસાર મન-ચિત્ત-આત્મા ગહન વિષયો છે. જીવ અસ્તિત્ત્વના આ ત્રણ પરિણામ (મશળયતશજ્ઞક્ષત)ને સમજવું સહેલું નથી. એનાથી પણ ઊંડા વિષય એટલે જીવની બુદ્ધિ અને એ બુદ્ધિ દ્વારા ઉપાર્જિત જ્ઞાન છે. બુદ્ધિ જીવની પાયાભૂત શક્તિ છે. જેના દ્વારા મન-ચિત્ત-આત્માને દિશા મળે છે. આ જ બુદ્ધિ દ્વારા આપણી વૃત્તિઓ અને ઇચ્છાઓ આકાર પામે છે. જીવ બુદ્ધિ એના સુખ-દુ:ખ-નિરોગનું કારણ પણ છે. બુદ્ધિ જ જીવાત્માનો પ્રધાન ગુણ છે અને ‘ભાવના’એની મહત્તમ પ્રક્રિયા છે. જે પણ ભાવનાવિજ્ઞાનને જાણે એ એનો સદ્ઉપયોગ કરે તે જગ જીતે.
ભાવના એ જ્ઞાન પુરુષાર્થ છે એને ‘ભાવ’ એનું પરિણામ, ભાવના મનને નિર્માણ કરે, ચિત્ત વૃત્તિઓને શુદ્ધ કરે અને આત્માના હેતુઓ ઉન્નત બનાવે. સરળ ભાષામાં ભાવના જીવબુદ્ધિનો ઉપયોગ છે. બધા જ જીવો ભાવના કરે છે. એ ભાવનાઓનો હેતુ, ઇચ્છા અને વિચાર સ્વરૂપે આપણે જાણીએ. ભાવના વિજ્ઞાન અને એના દ્વારા ઉપજતા મનોભાવ (યક્ષજ્ઞશિંજ્ઞક્ષત) વિશે પૂર્વે પ્રકાશિત થયેલા લેખોમાં ઉલ્લેખ કર્યો છે. ભાવના વિજ્ઞાનને જીવન ઉપયોગી કેમ બને એ તરફ આગળ વધીએ. શુભ-અશુભ ભાવનાઓના જ્ઞાન સાથે ઉપચાર ભાવનાના ઉપયોગ દ્વારા કૅન્સર અને અન્ય હઠીલા રોગોમાં રાહત મેળવવા પુરુષાર્થી બનીએ.
‘કૅન્સર’માં રાહત માટે ભાવના વિજ્ઞાન: મારી પાસે ઘણા કૅન્સર દર્દીઓ પોતાના રોગની સારવાર માટે અસાધ્ય રોગના દુખાવામાં રાહત મેળવવા આવતા. એમના સ્વાસ્થ્ય બીમારીનાં લક્ષણોને સમજવા સાથે એમની જીવનશૈલી વિશે પણ માહિતી મોકલતો હતો. ત્યારે, એમના રોગ અને જીવનમાં વિવિધ તાણ વિશે સીધો સંબંધ હોય એવી પ્રતીતિ થતી. કેવી માનસિક દશાથી રોગ ઉત્પન્ન થયું. શરીરના કયા ભાગમાં અથવા કયા અવયવ્માં કૅન્સર થયું એ ભેદ દેખાઇ આવતું.
કોઇ પણ મનુષ્યને કૅન્સર છે, એ માહિતી મળતાની સાથે તે નાસી પાસ થઇ જાય છે. પછી કૅન્સરના નિષ્ણાત પાસે જઇને શસ્ત્રક્રિયા (તીલિફિુ), ઔષધિ ઉપચાર (ભવયીત તીલિફિુ) વિગેરના વિકલ્પો દ્વારા આ રોગથી બચવા માટે દર્દીઓ દોડાદોડી કરે છે. ભાગ્યે જ, આ રોગનું કારણ શું છે, એ સમજવાની કોશિશ દર્દીઓ કરે છે. ઘણી વખત, મૂળ રોગની પીડા કરતા, રસાયણિક દવાઓની આડ અસર, અથવા રેડિયોથેરેપી (છયમશયડ્ઢશજ્ઞક્ષ)ની બળતરા વધારે પીડાદાયક સાબિત થાય છે.
જ્યારે કૅન્સરના દર્દીઓની, આધ્યાત્મિક ભાવનાઓ દ્વારા, મનોચિકિત્સા કરવામાં આવે છે. ત્યારે આ બીમારીને વધુ સરળતાથી કાબૂમાં લાવી શકાય છે.
આપણે એક વાત ભૂલી જતા હોઇએ છીએ કે આપણા આતમમાં સતત અશુદ્ધ ભાવનાઓ વહેતી હોય છે. એ અશુદ્ધ ભાવનાઓનું પરિણામ વિકૃત્ત અને વિષકારી મનોભાવ સ્વરૂપે પ્રકટ થતું હોય છે. જયારે ક્રોધ, ચિંતા, દ્વેષ, ભય, ઉદાસિનતા અતિ તીવ્ર માત્રામાં અનુભવાય છે ત્યારે તે વ્યક્તિની જીવન ઊર્જાઓને ખૂબ જ હાનિ પહોંચાડે છે. ઘણા સમયથી, કોઇપણ સમાધાન વગર, આ ભાવનાઓ રહી જાય ત્યારે ભયંકર રોગ સ્વરૂપે તે અભિવ્યક્ત થાય છે.
આપણે ઉદાહરણથી આ વાતને સમજવાની કોશિશ કરીએ એક ૫૦ વર્ષની સ્ત્રીએ પોતાના યુવાન પુત્રને ખોયો. પુત્રના વિયોગની વેદના અસહ્ય હતી. ત્યારબાદ એક વર્ષમાં એના સ્તનમાં કૅન્સરની ગાંઠે દેખા દીધી. દુ:ખના મનોભાવ અને કૅન્સર થવું એ વિપરીત ઘટના નહોતી. પણ એક બીજા સાથે જોડાયેલી હતી. (માતા સ્તનપાનથી પોતાના બાળકને પોષણ આપે છે, અને એ અવયવથી બાળક સાથે જોડાય છે).
વિવિધ પ્રકારના કૅન્સર કયા મનોભાવથી ઉત્તેજીત થાય અને અંતરમાં પેસી ગયેલ અશુદ્ધ ભાવનાઓને ઉપચાર ભાવનાથી કેમ નિર્મૂલ કરી શકાય એ વિશે આવતા લેખમાં માહિતી આપશું. શુદ્ધ ભાવનાની સાધના કેમ કરવી એ પ્રયોગ વિશે પણ ચર્ચા કરશું. શુદ્ધ ભાવના દ્વારા ‘ચમત્કારી’ કહી શકાય એવાં પરિણામોથી આપણું જીવન ઉજમત્ત બનાવીએ.
આવો પરિણામલક્ષી આધ્યાત્મિક પુરુષાર્થ કરીએ.