ફિટ સોલ – ડૉ. મયંક શાહ
ફિલસૂફીની ઘણી વાતો અને આધ્યાત્મિક સિદ્ધાંતો આપણી તાર્કિક બુદ્ધિને મૂંઝવી નાખે છે. એનો એક સિદ્ધાંત ઘોષણા કરે છે “તમે જેવા છો, એ સ્વરૂપ તમે જોઈ શકતા નથી; અને તમે જે જોઈ શકો છો, એ તમારું સાચું સ્વરૂપ નથી! અર્થાત્ – આપણું ઈન્દ્રિયયુક્ત બાહ્ય શરીર એ આપણી ઓળખ નથી, પણ મન, ચિત્ત, બુદ્ધિ જેવાં અદ્રશ્ય અંગો આપણા મૂળ અસ્તિત્વની ઓળખ કરાવે છે. આવા અંતકરણોમાં સર્વે જીવોની શક્તિ અને અભિવ્યક્તિના રહસ્યો છુપાયેલાં હોય છે. સાથે સુખ-દુ:ખ, રોગ-નિરોગ, જન્મ-મરણના કારણ પણ આવા આત્મ પ્રદેશોમાં જોવા મળે છે.
પ્રચલીત માન્યતા અનુસાર, સર્વ પરિણામનું મુખ્ય કારણ ‘કર્મ’ હોય છે. કર્મને અનુલક્ષીને કર્મ ગ્રંથોમાં એક અનોખી વાત કહી છે “ઇંતફઇ રુઘઊઞ વજ્ઞઈવિ ઘજ્ઞર્ઞૈ – ટળજ્ઞ ધધ્ણઊ ઇંર્બ્પૈ જીવ હેતુ દ્વારા જે કરે છે, તે જ કર્મ કહેવાય. એટલે કે, કર્મની પૂર્વભૂમિકા ‘હેતુ’ છે. સ્વાભાવિકપણે એક પ્રશ્ર્ન ઊભો થાય છે એ હેતુ ક્યાંથી આવ્યા?
હેતુ (ઈંક્ષયિંક્ષશિંજ્ઞક્ષત)ની પ્રક્રિયાને જાણવાથી, સમજવાથી અને નિયંત્રિત કરવાથી જાણે સુખ-દુ:ખની ચાવી આપણા હાથમાં આવી જાય. આપણા પૂર્વજોએ આ વિષયની મહત્ત્વતા જાણી હતી અને આ વિજ્ઞાન સર્વે માનવગણના કલ્યાણ માટે વિકસાવી હતી. આ વિજ્ઞાન અનુસાર હેતુના બીજ જીવની મૂળ ભાવનાઓમાં રહેલ છે. ભાવનાઓ જીવની પાયાભૂત પ્રક્રિયા છે. સર્વે જીવના આતમમાં ભાવનાઓનો અવિરત પ્રવાહ વહેતો હોય છે. એ ભાવનાઓની ગુણવત્તા જીવની ગતિ, યોની અને બુદ્ધિના સ્તર પર આધારિત હોય છે. ભાવના ક્રમિક રીત હેતુ રૂપી સ્વરૂપ ધારણ કરે છે અને એ હેતુઓ આપણી પ્રેરણા, ઈચ્છા અને અપેક્ષા બની જતી હોય છે. સાધારણ જીવ અજ્ઞાની અને મિથ્યાજ્ઞાની હોય છે, તેથી તેની ભાવનાઓ પણ અશુદ્ધ હોય છે. પરિણામ સ્વરૂપે અશુદ્ધ ઈચ્છાઓ અને સ્વાર્થપૂર્ણ અપેક્ષાઓથી એ ઘેરાયેલો રહે છે અને સદૈવ દુ:ખી હોય છે. આત્માને ‘ઋઈંઝ’ (ફિટ) રાખવું હોય તો ભાવનાઓ પણ ફિટ કરવી જોઈએ.
પ્રત્યેક અભિવ્યક્ત જીવ ખાસ કરીને સંસારમાં વસનારા મનુષ્યો, પોતપોતાની ભાવના અનુસાર તેમના જીવનને આકાર આપે છે અને એમની ક્ષમતા અનુસાર પોતાનાં કાર્યો કરે છે. ભાવનાઓ અનેક પ્રકારની હોય છે અને અંત:કરણોના વિવિધ પ્રદેશોમાં ઉત્ત્પન્ન થતી હોય છે. તે અનુક્રમે આત્મભાવના, ચિત્તભાવના અને મનોભાવના તરીકે ઓળખાય છે. અનેક ભાવનાઓનો સમૂહ આપણા જીવનને પ્રભાવિત કરે છે અને સૂક્ષ્મ રીતે આપણા ચરિત્રનું ઘડતર કરતું હોય છે. આત્મિક ભાવના અને ચિત્ત ભાવના ગહન વિષયો હોવાથી, તે વિશેષ આત્મજાગૃતિ માટે સાધનાઓ બનતી હોય છે. આપણા રોજિંદા જીવનમાં મનોભાવનાઓને પ્રાથમિકતા આપીને આપણા વર્તમાનને સ્વસ્થ બનાવીએ.
શુદ્ધ અશુદ્ધ
– ઉપચાર ભાવના – વિષય-સુખ ભાવના
– સદાચારી ભાવના – સંસાર ભાવના
– ઉત્ક્રાંત ભાવના – સુખ-દુ:ખ ભાવના
‘ભાવના એજ સાધના’ની શરૂઆત મન દ્વારા નિર્મિત મનોભાવનાઓના મનન, ચિંતન અને શુદ્ધ અનુસરણથી કરીએ. સંસારી માયામાં ડૂબેલા જીવો ક્ષણે ક્ષણે અશુદ્ધ મનોભાવનાઓ યુક્ત જીવન વ્યતીત કરતા હોય છે. તેઓ વિષય સુખ પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ હોય છે. સંસારી વ્યવહારમાં રચ્યાપચ્યા
હોય છે, અભિમાની અને અહંકારી હોય છે અને સ્વાર્થના પાયા પર મનોઘડીત સુખ-દુ:ખની વ્યાખ્યા કરતા કરતા તે સાચા આત્માનંદથી વિમુખ હોય છે. મનોભાવનાઓ નિરંકુજ હોય ત્યારે મનુષ્ય ભોગી અને રોગી બની જાય છે. વિકૃત થયેલી વિષયસુખ ભાવના વ્યક્તિને વ્યસની બનાવે છે, દિશાહીન સંસાર ભાવના લોભી બનાવે છે અને સુખ-દુ:ખની ભ્રમણા વ્યક્તિને કપરી બનાવી દે છે. અશુદ્ધ મનોભાવનાઓ આપણા સમાજની વાસ્તવિકતા બની ગઈ છે.
મનોભાવના સહેલાઈથી વિકૃત અને વિષયુક્ત થતી હોવાથી, સાધનાના લગામથી શુદ્ધ ભાવનાઓની કેળવણી અનિવાર્ય છે. ઉત્ત્ક્રાંતિનો અમે માત્ર મોક્ષ-મુક્તિ માટે સીમિત નથી, પણ આપણા વર્તમાન જીવનમાં રોગમુક્તિ માટે પણ છે. શાસ્ત્રોમાં શુભ અને શુદ્ધ ભાવનાઓને પરમ પુરુષાર્થ કહ્યું છે. આપણા કર્મોના મંગલકારી પરિણામ માટે ભાવના વિજ્ઞાનને આત્મસાત કરવું અનિવાર્ય છે! ઉપચાર ભાવના દ્વારા જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓના ઉકેલ લાવી શકાય છે અને વિવિધ શારીરિક અને માનસિક રોગોને નિર્મુલન કરી શકાય છે. સદાચારી ભાવના દ્વારા આપણા સંબંધોને સુધારી શકાય છે અને જીવનને ઉન્મત બનાવી શકાય છે. મૈત્રી, કરુણા, પ્રમોદ અને મધ્યસ્થિ રૂપી ઉત્ક્રાંત ભાવનાઓ દ્વારા વિશેષ શાંતિ અને પ્રગતિ સાધી શકાય છે.
વર્તમાન કલીયુગમાં નિરોગી ઓછા અને રોગી વધારે છે. ભાગ્યે જ કોઈ નિરોગી મનુષ્ય મળે છે એમ કહેવું ખોટું નથી. આ પૃથ્વી પર વસતા બધા જ મનુષ્ય કોઈને કોઈ શારીરિક અથવા માનસિક રોગથી પીડાતા હોય છે. આધુનિક વૈદ્યકીય વિજ્ઞાન પણ એક વાતથી સહમત છે કે બધા જ જટીલ (ઈશિશિંભફહ ) રોગની જડો મનમાં હોય છે. ડાયાબિટીસ (ઉશફબયયિંત ખયહ), આધાશીશી (ખશલફિશક્ષય), હૃદયરોગ (ઈંતભસફળશભ ઇંયફિિં ઉશતયફતય) અને કૅન્સર (ઈફક્ષભયતિ), જેવી અનેક જટીલ બીમારીઓને સાયકો-સોકાટીક (ઙતુભવજ્ઞ જજ્ઞભફશિંભ)નો દરજ્જો આપવામાં આવ્યો છે. આવા અનેક રોગોની જડો આપણી ભાવનાઓમાં રહેલ છે.
અશુદ્ધ ભાવનાઓ પાચનતંત્ર નબળું પડે છે, શારીરિક, સ્નાયુમાં તાણ થવાથી દુ:ખાવા થાય છે, મગજ અને જ્ઞાનતંતુ પર અવળી અસર પડે છે અને શરીરના બધા અંગો (જ્ઞલિફક્ષત)ની કાર્યક્ષમતા ઘટી જાય છે. ભાવના એક શક્તિ છે, એક વિશેષ ઊર્જા છે જે આપણા શરીર, મન અને આત્મામાં સર્વવ્યાપ્ત છે. આપણા સ્વાસ્થ્ય માટે ભાવનાઓ ઉત્તમ પોષણ પૂરું પાડે છે. સર્વ પ્રકારની બીમારીઓના ઉપચાર માટે ભાવના વિજ્ઞાન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ભાવના વિજ્ઞાનના જીવન ઉપયોગી બે પાસાઓ તરફ આપણે ધ્યાન આપીએ (૧) રોગ નિવારણ (૨) આનંદિત માનસની કેળવણી. સર્વપ્રથમ રોગમુક્તિના પાસાને પ્રધાનતા આપતા, ભાવના અને વિવિધ રોગ વચ્ચે સંબંધને જાણીએ અને ભાવના પરિવર્તન દ્વારા રોગ મુક્ત થવા માટેનું વિજ્ઞાન અપનાવીએ.
આવો, પરિણામલક્ષી સાધના કરીએ, ઉત્તક્રાંતિનો ધર્મ અપનાવીએ!