Homeતરો તાજાપીએમએસ (પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ)

પીએમએસ (પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ)

ફિટ બોડી – ધ્વનિ શાહ

તમારા માસિક સ્રાવ પહેલાના અઠવાડિયામાં વધુ થાક, લોકો સાથે હળવામળવાની ઓછી ઈચ્છા થવી, તમારા પેટના નીચેના ભાગમાં ભારેપણું, વધુ ગુસ્સે થવું અને થોડું રડમસ થવું એ સામાન્ય છે. પરંતુ આપણે જેને સામાન્ય તરીકે સ્વીકારી શકીએ તેની એક મર્યાદા છે અને ઘણી બધી સ્ત્રીઓ તેમના દરેક માસિક સ્રાવના ચક્ર પહેલા આ લક્ષણોનો અનુભવ કરે છે જે તેમની સુખાકારીમાં આડે આવે છે.
પીએમએસ અથવા પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, માસિક સ્રાવના લગભગ એક થી બે અઠવાડિયા પહેલા અનુભવાયેલાં શારીરિક અને ભાવનાત્મક લક્ષણો છે.
તેનું કારણ શું છે:
પીએમએસનું એકંદર કારણ જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તમારા ઋતુચક્ર દરમિયાન તમારા શરીરમાં હોર્મોન્સનું વધઘટ થતું સ્તર એનું મુખ્ય કારણ છે. સેરોટોનિન સાથે સેક્સ હોર્મોન્સ, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સ્તર બદલાવાથી પીએમએસનો અનુભવ થઈ શકે છે.
લક્ષણો શું છે:
લક્ષણોમાં ખેંચાણ અને પેટનું ફૂલવું, મૂડ બદલાવવો, માથાનો દુખાવો, અનિદ્રા, થાક, હતાશા અને ચિંતાનો સમાવેશ થઈ શકે છે. અન્ય લક્ષણોમાં સ્તનમાં દુખાવો, પેટમાં દુખાવો, ઝાડા, કબજિયાત અને ખીલનો સમાવેશ થાય છે. આ લક્ષણો સામાન્ય રીતે હળવાથી મધ્યમ હોય છે, પણ તેઓ જીવનની ગુણવત્તાને અસર કરી
શકે છે.
પીએમએસ ને કેવી રીતે રેગ્યુલેટ કરવું?
તમે જે રીતે ખાઓ છો, કસરત કરો છો અને જીવન પ્રત્યે તમારો અભિગમ તેમાં ફેરફાર કરીને પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમના લક્ષણોને નિયંત્રિત અથવા ઘટાડી શકો છો. અહીં કેટલીક રીતો છે:
હંમેશાં શરીરની ચરબીની ટકાવારી જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરો
દિવસની શરૂઆત સારી ગુણવત્તાવાળા ચરબીયુક્ત આહાર જેમ કે પલાળેલી બદામ, તાજા નારિયેળનો ટુકડા, ફ્લેક્સ સીડ ઓઈલ વગેરેથી કરો જે બ્લડ સુગર લેવલને જાળવવામાં મદદ કરશે અને પીએમએસના લક્ષણોમાં ઘટાડો કરશે.
ઓછી માત્રામાં પણ થોડા થોડા સમયે ભોજન લો જેથી પેટ નહીં ફૂલે અને ભરેલું પણ લાગશે.
શરીરમાં પાણીનું સ્તર જાળવવા માટે મીઠું અને ક્ષારયુક્ત ખોરાક મર્યાદિત હોવો જોઈએ.
ફળો, શાકભાજી અને આખા અનાજ જેવા વધારે કાર્બોહાઈડ્રેટ્સવાળા ખોરાક પસંદ કરો
આખા દિવસ દરમિયાન ૨-૨.૫ લીટર ઓરડાના તાપમાને/ ઇન્ફ્યુઝ્ડ પાણીનો વપરાશ કરો
કેફીન અને આલ્કોહોલ ટાળો. તે ડિહાઇડ્રેટ કરશે અને પીએમએસના લક્ષણોમાં વધારો કરશે
નિયમિત એરોબિક કસરતો જેમ કે ઝડપી ચાલવું, જોગિંગ, સ્વિમિંગ વગેરે એન્ડોર્ફિન્સ, ડોપામાઇન અને સેરોટોનિન મુક્ત કરે છે અને જેની ઊર્જા અને ઊંઘ પર સકારાત્મક અસર થાય છે.
શ્ર્વાસ લેવાની કસરત, ધ્યાન અને યોગનો અભ્યાસ કરો કારણ કે તેનાથી તણાવ, હતાશા, ચિંતા ઓછી થશે.
પીએમએસના લક્ષણો ઘટાડવામાં મદદ કરતા ઉપાયો કરો:
૧. તજની ચા: તજમાં મોટી માત્રામાં અત્યંત શક્તિશાળી પોલિફીનોલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ એન્ટીઑકિસડન્ટમાં બળતરા વિરોધી અસરો છે, જ ેપીએમએસ દરમિયાન બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. ૧ ચપટી તજ પાઉડર સાથે ૨રર મિલી પાણી ૧-૨ મિનિટ માટે ઉકાળો. સૂવાના સમયે ઠંડુ કરીને પીવો
૨. પલાળેલી કિસમિસ અને કેસર: જ્યારે એકસાથે લેવામાં આવે છે ત્યારે તે માત્ર પીરિયડ્સના દુખાવામાં જ મદદ કરતું નથી, પરંતુ પીએમએસ મૂડ સ્વિંગનો સામનો કરવામાં પણ મદદ કરી શકે છે. કિસમિસ આપણા શરીરને પણ આલ્કલાઈઝ કરે છે અને પેટનું ફૂલવું અને ખેંચાણ ઘટાડે છે. ૫-૬ કિસમિસને ૨-૩ કેસરની સેર સાથે આખી રાત પલાળી રાખો. સવારે સૌ પ્રથમ કિશમિશને ચમચી વડે ક્રશ કરીને પાણી પી લો.
૩. બદામનું માખણ: તે મેગ્નેશિયમ અને ફાઈબરથી ભરપૂર છે, ખાંડની તૃષ્ણાને ઘટાડવામાં મદદ કરે છે, મૂડ સ્વિંગ, ઊર્જા સ્તર સુધારે છે. ૧ ચમચી સવારે અથવા સાંજે ફળો અથવા ગ્રીન ટી સાથે લો
૪. ધાણાનું પાણી: ધાણાના બીજમાં મૂત્રવર્ધક પદાર્થ હોય છે તેથી પાણીની જાળવણી અને પેટનું ફૂલવું ઘટાડે છે. અડધી ચમચી ધાણાના બીજને ૧ ગ્લાસ પાણીમાં આખી રાત અથવા ૩-૪ કલાક પલાળી રાખો. ગાળીને સવારે ઉઠીને અને સૂવાના સમયે પીવો
યાદ રાખો, તમારે પીએમએસ લક્ષણો સુધારવા માટે જીવનશૈલીમાં અમુક ફેરફારો, આહારમાં ફેરફાર, તણાવ વ્યવસ્થાપન અને કસરત કરવી પડશે. પીએમએસ ઘટાડવા માટે ઉપર જણાવેલ માર્ગદર્શિકા અને ઉપાયોને અનુસરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular