Homeતરો તાજાકૅન્સરને નાથવા તમારા શરીરને આલ્કલાઈઝ (ક્ષારયુક્ત) કરો

કૅન્સરને નાથવા તમારા શરીરને આલ્કલાઈઝ (ક્ષારયુક્ત) કરો

ફીટ બોડી – ધ્વનિ શાહ

તમારા શરીરને આલ્કલાઈઝ કરવું શા માટે મહત્ત્વનું છે?
બીમારીના વિકાસમાં ખોરાક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બધી નહીં, તો પણ મોટાભાગની સ્વાસ્થ્ય સંબંધી વિકૃતિઓ આંતરડામાંથી ઉદ્દભવે છે અને ખોટા ખોરાક અને ખાવાની આદતોથી શરૂ થાય છે. હેલ્થકેરમાં સદીઓનો અનુભવ એક નિર્ણાયક વાક્યમાં કહેવું હોય તો કહી
શકાય કે-
બધી બીમારીના મૂળ આંતરડામાં છે. ખોરાક શરીર માટે બાંધકામની સામગ્રી જેવું કાર્ય કરે છે, બાયોકેમિકલ આપણા અસ્તિત્વ માટે ઊર્જા પ્રદાનનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે.
જ્યારે સક્રિય કૅન્સર ધરાવતો દર્દી હોય અથવા કૅન્સર થેરાપી પછી સ્વસ્થ થવાની પ્રક્રિયામાં હોય ત્યારે આલ્કલાઇન (ક્ષારયુક્ત) આહાર અત્યંત મહત્ત્વ ધરાવે છે. કૅન્સરના કોષો એસિડિક માધ્યમ અથવા વાતાવરણમાં ખીલે છે અને ખોરાક તરીકે સાદી શર્કરાનો ઉપયોગ કરે છે. આહારમાં કેટલાક સરળ ફેરફારો કરવાથી શરીરમાં ક્ષારયુક્ત વાતાવરણની રચના કરવામાં મદદ મળશે જે કૅન્સરના વિકાસને રૂંધી શકે છે અને એકંદર પોષણ અને વધુ સારી સારવારમાં મદદ કરે છે.
શરીરમાં ક્ષારીકરણ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે આહારમાં પુષ્કળ કાચાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો. આખા ખાઈ શકાય અથવા તેમનો રસ પી શકાય, છીણેલું કચુંબર અને ઇન્ફ્યૂઝ કરેલું પાણી પણ ઉપયોગમાં લઇ શકાય. અન્ય મહત્ત્વપૂર્ણ ખોરાકમાં બાજરી અને છોડ આધારિત પદાર્થોનો ઉપયોગ શામેલ છે.
તમારા રોજિંદા ખોરાકના સેવનમાં માત્ર આહારના ચોક્કસ જરૂરી ઘટકોનો સમાવેશ કરવો પૂરતો નથી. તમારે બિનજરૂરી ખોરાકને ટાળવાનું પણ શીખવું જોઈએ જે શરીરમાં એસિડના નિર્માણને પ્રોત્સાહન આપે છે. આમાંની કેટલીક બિનજરૂરી ખાદ્ય વસ્તુઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
-ડેરી ઉત્પાદનો (ઇંડા, દૂધ, દહીં, પનીર, છાશ, ઘી, ચીઝ વગેરે)
– માંસ, મરઘાં, ઇંડા અને સીફૂડ
– તમામ પ્રકારની ખાંડ (સફેદ ખાંડ, ખડી સાકર, ગોળ, મધ, ખજૂરનો ગોળ વગેરે)
– ચા, કોફી, ચોકલેટ, લીલું મરચું, મરી
– અથાણું અને પાપડ – હા! ઘરે બનાવેલા પણ!
– પ્રોસેસ્ડ ફૂડ, પેક્ડ ફૂડ, ગેસવાળા પીણાં અને આલ્કોહોલ.
આહારની રૂપરેખા :
ઊઠીને : ૧૦૦ મિલી પપૈયાના પાનનું ઇન્ફ્યુઝન
સવારનો નાસ્તો : એમાઈલેઝ રિચ દલિયા અથવા બાજરીનો ઉપમા
વચ્ચેનો આહાર : ૨૦૦ મિલી જ્યુસ + ૧-૨ ચમચી અખરોટ અને સૂકા ફળનું મિશ્રણ
બપોરના ભોજન : કિનોઆ + મગની દાળ + કોળાની ખીચડી અથવા શક્કરીયાની ટિક્કી + દાળ + રોટલી
ચાનો સમય. : તાજાં ફળ
સાંજનો નાસ્તો. : ૨૦૦ મિલી શાકભાજીનો જ્યુસ અથવા બદામનું દૂધ + અખરોટ અને સૂકા ફળનું મિશ્રણ
રાત્રિભોજન : ઉકડા ચાવલ + તુવેર દાળ + ગાજરની ખીચડી અથવા જવની ખીચડી (સાબુદાણાની ખીચડીની જેમ બને છે)
સૂવાનો સમય : ૧૫૦ મિલી બદામનું દૂધ + ખજૂર (વૈકલ્પિક)
નોંધ : પીવાના પાણીમાં જીરા અને ફુદીનાના પાન ભેળવો
જ્યૂસ કોમ્બિનેશન્સ (જ્યુસર દ્વારા કાઢવો બ્લેન્ડર દ્વારા નહીં);
સંતરા + ગાજર + તુલસીનો છોડ
બીટરૂટ + દાડમ + આદું
તરબૂચ + બીટરૂટ + સબજા બીજ (તકમટિયા)
પપૈયાના પાનનું ઇન્ફ્યુઝન
પપૈયાના ૨ પાનને હળવા ક્રશ કરો. ૨૦૦ મિલી પાણી ઉકાળો અને તેમાં છીણેલા પાંદડા ઉમેરો. પાણી ૧૫૦ મિલી રહી જાય ત્યાં સુધી ઉકાળતા રહો. ગાળીને તેને હૂંફાળું હોય ત્યારે પીઓ.
એમાઈલેઝ રિચ ફૂડ
ઘઉં/ચોખા/મગને રાતભર હૂંફાળા પાણીમાં પલાળી રાખો. સવારે પાણી કાઢી નાખો અને દાણાને ૧-૩ દિવસ સુધી અંકુરિત થવા માટે છોડી દો. અંકુરિત થઈ જાય એટલે
દાણાને સૂકવીને લોટ બનાવી લો.
દાળ બનાવવા માટે આ લોટનો ઉપયોગ કરો. (ઉપમા જેવી જ રેસીપી)
નોંધ: આ આહારની રૂપરેખા નીચેના સંજોગોમાં યોગ્ય છે;
૧. સક્રિય કૅન્સરના દર્દીઓ, કેમો ચક્ર વચ્ચે
૨. કૅન્સરમાં ઘટાડો થતો હોય, પણ આંતરડાના નબળા સ્વાસ્થ્યથી પીડાય છે
૩. કીમો પછી પુન:પ્રાપ્તિ અને વજન વધારવું
૪. સ્ટેરોઇડ્સ, કીમોથેરાપી
અથવા રેડિયેશનની આડઅસર ઘટાડવા માટે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular