એન્જિનિયરિંગનું first year દિવાળી પછી શરૂ થાય તેવી શક્યતા

આમચી મુંબઈ

મુંબઈ: એન્જિનિયરિંગના પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ દિવાળી બાદ જ શરૂ થાય એવાં ચિહનો વર્તાઇ રહ્યાં છે. સીઈટી પરીક્ષા મોડી લેવામાં આવી હોવાને કારણે તેનું પરિણામ પણ સપ્ટેમ્બર મહિનામાં આવ્યું છે. ખરેખર જે મહિનામાં શૈક્ષણિક વર્ષ શરૂ થવું જોઇતું હતું એ મહિનામાં સીઈટીની પરીક્ષા લેવામાં આવતાં એન્જિનિયરિંગના પ્રથમ વર્ષની કોલેજ દિવાળી બાદ જ શરૂ થવાની શક્યતા છે.
એન્જિનિયરિંગ સીઈટી પરીક્ષાનું પરિણામ જાહેર થયું. એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માગતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થી આટલા દિવસ પરીક્ષાની અને ત્યાર બાદ પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓને હવે પ્રવેશ રાઉન્ડની પ્રતીક્ષા રહેશે. આને કારણે હવે કોલેજમાં પ્રવેશ મેળવવા માટેની રાહ જોતા વિદ્યાર્થીઓને દિવાળી બાદ કોલેજમાં પ્રવેશ મળી શકશે. કોલેજ શરૂ થયા બાદ સાતથી આઠ મહિનાની અંદર જ પ્રથમ વર્ષના બંને સેશન્સ પૂરાં કરવાનાં રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય બોર્ડનું બારમાનું પરિણામ જૂનમાં જાહેર થયું હતું. જોકે સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડનું પરિણામ મોડું આવતાં જુલાઈ-ઓગસ્ટ મહિનામાં એન્જિનિયરિંગના પ્રથમ વર્ષની કોલેજ શરૂ થઇ જવી જોઇતી હતી, પણ એ મહિનામાં સીઈટીની પરીક્ષા લેવામાં આવી હતી અને તેનું પરિણામ સપ્ટેમ્બરમાં આવ્યું. હવે ઓક્ટોબરમાં પ્રવેશ રાઉન્ડ પૂરો કર્યા બાદ નવેમ્બર કે પછી ડિસેમ્બર મહિનામાં કોલેજ શરૂ થાય એવાં ચિહનો દેખાઇ રહ્યાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.