મતદાન બાદ વરરાજા જાન લઇને નીકળ્યા
ભાવનગર જિલ્લાના જેસર તાલુકા માં રામનગર પ્રાથમિક શાળા ખાતે વરરાજાએ જાન લઈને જતા પહેલા પોતાની મતદાતા તરીકેની ફરજ અદા કરી હતી. મતદાનના દિવસે જ અજયભાઈ ચાવડાના લગ્ન હતા અને જાન પ્રસ્થાન થાય તે પહેલા સવારે મતદાન મથકે જઈને તેમણે મતદાન કર્યું હતું ત્યારબાદ જાન લઈને લગ્ન કરવા ગયા હતા.
( તસવીર: વિપુલ હિરાણી ભાવનગર)