નાગપુર: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની સૌથી પહેલી ટેસ્ટ મેચ ત્રીજા દિવસે સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયા ૯૧ રનમાં ઓલ આઉટ થવાથી ભારતનો ૧૩૨ રને મોટો વિજય થયો હતો. ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત ૧-૦થી આગળ રહ્યુ છે.
પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયા ૭૭ રનમાં ઓલઆઉટ થયું હતું અને જવાબમાં ભારતે ૪૦૦ રન બનાવ્યા હતા અને ત્રીજા દિવસે રમતમાં આવ્યા પછી અશ્વિનની શાનદાર બોલિંગ (પાંચ વિકેટ)ને કારણે ઓસ્ટ્રેલિયા ૯૧ રનમાં ઓલઆઉટ થયું હતું.
ત્રીજા દિવસે રમતમાં ઓસ્ટ્રેલિયા વતીથી સૌથી વધારે રન સ્ટીવ સ્મિથે (૨૪) બનાવ્યા હતા જયારે બીજા નંબરે મારનસ લાબુસેને ૧૭ રન બનાવ્યા હતા, જયારે ભારત વતીથી રવિચંદ્રન અશ્વિન (પાંચ), રવીન્દ્ર જાડેજા અને મહોમદ સામીએ બબ્બે વિકેટ લીધી હતી. ઉપરાંત અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી. ભારતીય ટીમ વતીથી બેટીંગમાં પણ રોહિત શર્મા (૧૨૦), અક્ષર પટેલ (૮૪), રવીન્દ્ર જાડેજાએ ૭૦ અને મહોમદ સામીએ ૩૪ રન સાથે મહત્વની ઇનિંગ રમ્યા હતા.
નાગપુરનાં જામથા સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતનો ૧૩૨ રને વિજય થવાથી શ્રેણીમાં ટીમ ઇન્ડિયા ૧-૦થી આગળ રહ્યું છે.
પહેલા દિવસે લંચ પહેલા ૬૩.૫ ઓવરમાં ઓસ્ટલિયા ૧૭૭ રનના નજીવા સ્કોરમાં આખી ટીમ પેવેલિયન ભેગી થઈ હતી.