બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરના લગ્ન ચર્ચામાં છે. સ્વરા ભાસ્કરે 6 જાન્યુઆરીએ કોર્ટ મેરેજ કર્યા હતા, જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. સ્વરાએ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. હવે અભિનેત્રી કંગના રનૌતે સ્વરાના લગ્ન પર ટ્વિટ કર્યું છે. કંગના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સ્વરા અને ફહાદના લગ્ન પર કંગના રનૌતની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી છે.
કંગનાએ ટ્વીટ કરીને લખ્યું છે- ‘તમે બંને ખુશ દેખાઈ રહ્યા છો. તમે ધન્ય છો કે તમે ભગવાન દ્વારા આશીર્વાદિત છો. લગ્ન તો હૃદયમાં થાય છે, બાકી બધી ઔપચારિકતા છે. એણે સાથે બે હાર્ટ ઇમોજી પણ બનાવ્યા છે.
કંગનાના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર લોકો કંગનાના વખાણ કરી રહ્યા છે.
દરમિયાનમાં મળતી માહિતી મુજબ આ લગ્નને લઈને AMU (અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી)ના વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે ફહાદ અહમદ AMUના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. AMUના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે સ્વરા અને ફહાદ માટે માર્ચમાં વાલીમા પાર્ટીનું આયોજન કરવામાં આવશે, જેમાં AMUના તમામ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
સ્વરા ભાસ્કરના લગ્ન પર આવી પ્રથમ પ્રતિક્રિયા, કંગના રનૌતે ટ્વિટ કર્યું
RELATED ARTICLES