ધવન, વિલિયમસન અને ટ્રોફી: ન્યૂઝીલૅન્ડમાં એક દિવસીય મેચોની સિરીઝના આરંભ પૂર્વે ગુરુવારે ઑકલૅન્ડના ઇડન પાર્ક ખાતે ઓડીઆઈ સિરીઝ ટ્રોફી સાથે ભારતની ટીમના સુકાની શિખર ધવન અને ન્યૂઝીલૅન્ડની ટીમના સુકાની કેન વિલિયમસન. (તસવીર: પીટીઆઈ)
ઓકલેન્ડ: ટી-૨૦ વર્લ્ડ કપમાં ખરાબ હાર બાદ ટીકાનો સામનો કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષે યોજાનારા વન-ડે વર્લ્ડ કપ માટે શુક્રવારથી શરૂ થઇ રહેલી ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝથી તૈયારીઓ શરૂ કરશે. મેચ ભારતીય સમયાનુસાર સવારે સાત વાગ્યે શરૂ થશે.
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતને ૨૦૨૦માં ન્યૂઝીલેન્ડના હાથે ૦-૩થી શ્રેણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ ભૂતકાળની હારને ભૂલીને નવેસરથી શરૂઆત કરવા માંગશે. ભારતમાં વન-ડે વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર ૧૧ મહિના બાકી છે.
કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં શિખર ધવન ટીમની આગેવાની કરી રહ્યો છે. તેણે છેલ્લા બે વર્ષમાં વન-ડેમાં લગભગ ૧૦૦૦ રન બનાવ્યા છે. છેલ્લા બે વર્ષમાં તે આ ફોર્મેટમાં જ રમ્યો છે.
આ દરમિયાન શુભમન ગિલે પોતાની જાતને વન-ડેમાં ઓપનર તરીકે સાબિત કરી હતી. તેની સરેરાશ ૫૭થી વધુ રન પ્રતિ ઈનિંગ્સ છે અને તેણે અત્યાર સુધી વન-ડેમાં ૧૦૦થી વધુનો સ્ટ્રાઈક રેટ છે. આવી સ્થિતિમાં ભારત પાસે ઓપનર તરીકે ત્રણ ખેલાડી રોહિત, ધવન અને ગિલ હશે.
રાહુલ વન-ડેમાં મિડલ ઓર્ડરમાં રમી રહ્યો છે. ભારત પાસે મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર પણ છે. સૂર્યકુમાર યાદવ અત્યારે શાનદાર ફોર્મમાં છે.
જો સિરીઝની વાત કરીએ તો પાંચ દિવસમાં ત્રણ વન-ડે રમાશે અને આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરોએ સતત સારું પ્રદર્શન કરવું પડશે. દીપક ચહર અને શાર્દુલ ઠાકુરને નવો બોલ સોંપવામાં આવી શકે છે.
અર્શદીપ સિંહ ત્રીજો વિકલ્પ બની શકે છે પરંતુ તે સતત રમી રહ્યો છે અને આવી સ્થિતિમાં કુલદીપ સેન અથવા ઉમરાન મલિકને તક મળી શકે છે. સ્પિનરોમાં વૉશિંગ્ટન સુંદરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા છે.
ન્યુઝીલેન્ડની ટીમનું બોલિંગ આક્રમણ ખૂબ જ મજબૂત છે જેમાં સ્વિંગ નિષ્ણાત ટીમ સાઉથી, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી અને સ્પિનર મિશેલ સેન્ટનરનો સમાવેશ થાય છે.
જો આમાં ઓલરાઉન્ડર ડેરીલ મિશેલ અને જિમી નીશમનો સમાવેશ કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ પાસે બોલિંગના પૂરતા વિકલ્પો છે. ઉ