Homeટોપ ન્યૂઝપહેલી વન-ડે: ભારતનો શાનદાર વિજય

પહેલી વન-ડે: ભારતનો શાનદાર વિજય

ગુવાહાટી: ભારતે પહેલી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચમાં શ્રીલંકાને ૬૭ રનથી હરાવ્યું હતું. ભારતે પચાસ ઓવરમાં સાત વિકેટે કરેલા ૩૭૩ રનના જવાબમાં શ્રીલંકાએ પચાસ ઓવરમાં આઠ વિકેટે ૩૦૬ રન કર્યા હતા. ઉમરાન મલિકે સૌથી વધુ (ત્રણ) વિકેટ લીધી હતી. અગાઉ ભારતે શ્રીલંકા સામે જીતવા માટે ૩૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૩૭૩ રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને ૮૭ બોલમાં ૧૧૩ રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ૧૨ ફોર અને ૧ સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીની વન-ડે કરિયરની આ ૪૫મી સદી છે. આ સાથે જ વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય કરિયરની આ ૭૩મી સદી છે. તે સિવાય રોહિત શર્માએ ૮૩ અને શુભમન ગિલે ૭૦ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કાસૂન રાજિતાએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ પહેલા શ્રીલંકાના કેપ્ટન શનાકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
———
કોહલીએ સચિનનો રેકોર્ડ તોડ્યો
ગુવાહાટી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની પ્રથમ વન-ડે મેચમાં સદી ફટકારી હતી. કોહલીની સદીની મદદથી ભારતે પ્રથમ બૅટિંગ કરતા ૩૭૩ રન બનાવ્યા હતા. પ્રથમ વન-ડેમાં વિરાટ કોહલીએ સદી ફટકારી છે. આ તેની વન-ડે કારકિર્દીની ૪૫મી સદી છે, જ્યારે આ તેની ૭૩મી આંતરરાષ્ટ્રીય સદી છે. મેચમાં વિરાટ કોહલીએ ૧૧૩ રનની ઇનિંગ રમી હતી. આ સદીની ઇનિંગ સાથે વિરાટે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
વિરાટ કોહલીએ આ સદી ૮૦ બૉલમાં પૂરી કરી હતી. તેની ઇનિંગ્સમાં વિરાટ કોહલીએ ૧૨ ચોગ્ગા અને ૧ છગ્ગા ફટકાર્યા હતા. વન-ડેમાં વિરાટ કોહલીની આ સતત બીજી સદી છે. આ પહેલાં ૧૦ ડિસેમ્બરે વિરાટ કોહલીએ બંગલાદેશ સામે
૧૧૩ રનની ઇનિંગ રમી હતી.
વિરાટ કોહલીએ આ ઇનિંગ સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. શ્રીલંકા સામે વિરાટ કોહલીની આ ૯મી વન-ડે સદી છે, જ્યારે ઘરઆંગણે કોહલીની આ ૨૦મી સદી છે. આ સાથે તેણે સચિન તેંડુલકરના ૨૦ સદીના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.
ઉપરાંત કોહલીએ સદી ફટકારીને શ્રીલંકા સામે મોટો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં આ સદી સાથે વિરાટ શ્રીલંકા સામે સૌથી વધુ ૯ સદી ફટકારનાર બૅટ્સમેન બની ગયો છે. વિરાટે શ્રીલંકા સામે સચિન તેંડુલકરનો ૮ સદીનો રેકોર્ડ તોડ્યો હતો. વાસ્તવમાં વિરાટે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે ૯-૯ વન-ડે સદી ફટકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular