FYJC Online Admission: પહેલું મેરિટ લિસ્ટ જાહેર, 42 ટકા વિદ્યાર્થીઓને ન મળી તેમની પસંદની કોલેજ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈમાં એફવાયજેસીના એડ્મિશનની પ્રક્રિયા ચાલી રીહ છે ત્યારે સ્ટેટ બોર્ડ દ્વારા શનિવારે પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, તેમાં 58 ટકા વિદ્યાર્થીઓને તેમની મનપસંદ કોલેજ મળી હોવાનું જાણવા મળ્યું હતું. એડ્મિશન ફોર્મ ભરતી વખતે કરેલી ભૂલો તથા નામાંકિત કોલેજમાં પ્રવેશ મેળવવા માટેની ઘેલછાને કારણે પહેલા જ મેરિટ લિસ્ટમાં બાકીના 42 ટકા લોકોને પોતાની મનપસંદ કોલેજ ન મળી હોવાની જાણકારી સામે આવી રહી છે. આથી બીજા મેરિટ લિસ્ટમાં વિદ્યાર્થીઓને તેમની મનપસંદ કોલેજ મળી જાય તે માટેની તૈયારી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.
સીબીએસઈ બોર્ડના પરિણામો જાહેર થવામાં વિલંબ થવાને કારણે એફવાયજેસીની પ્રવેશ પ્રક્રિયામાં પણ મોડું થયું છે. આ વખતે એફવાયજેસીની પ્રવેશ પ્રક્રિયા માટે 2.37 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતાં. પહેલા રાઉન્ડમાં આ કુલ વિદ્યાર્થી પૈકી 1.39 લાખ વિદ્યાર્થીઓને તેમની પસંદગીની કોલેજ મળી છે ત્યારે હજુ પણ 97,000 કરતાં વધુ વિદ્યાર્થીઓને તેમની પસંદની કોલેજ મળી નથી.

મુંબઈની નામાંકિત કોલેજોના કટ ઓફ
એચઆર કોલેજ, ચર્ચગેટ
કોમર્સ – 93%

એનએમ કોલેજ
કોમર્સ – 93.6%

સેન્ટ ઝેવિયર્સ કોલેજ
આર્ટસ – 94.2%
સાયન્સ -89.6%

રૂઇયા કોલેજ
આર્ટસ – 91.4%

મીઠીબાઈ કોલેજ
આર્ટસ – 87.6%
કોમર્સ – 90.8%
સાયન્સ – 89%

પોદાર કોલેજ
કોમર્સ – 92.4%

કેસી કોલેજ
આર્ટસ – 85.6%
કોમર્સ – 90.8%
સાયન્સ – 88.2%

જય હિંદ કોલેજ
આર્ટસ – 90.2%
કોમર્સ – 91%
સાયન્સ – 87.4%

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.