દેશભરમાં કોરોના પછી H3N2 વાયરસનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને આજે ગુજરાતમાં પણ આ વાયરસના કારણે પ્રથમ મૃત્યુની નોંધ કરવામાં આવી છે. ગુજરાતના વડોદરામાં 58 વર્ષીય મહિલાનું H3N2ના કારણે મૃત્યુ થયું હતું. મહિલા દર્દીને હાઈપર ટેન્શનનાની સમસ્યા પણ હતી અને છેલ્લાં ઘણા દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા. વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર દર્દી 2 દિવસ અગાઉ જ સારવાર માટે હોસ્પિટલ આવ્યાં હતાં. H3N2થી ગુજરાતમાં નોંધાયેલું પ્રથમ અને દેશનું ત્રીજુ મૃત્યુ છે. દર્દીના H3N2ના વાયરસથી મોતની તપાસ માટે અમદાવાદ સેમ્પલ્સ મોકલવામાં આવ્યાં છે.
સયાજી હોસ્પિટલના વરિષ્ઠ તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લોકોએ આ નવા વાયરસથી ગભરાવાની જરૂર નથી, પણ સાવધાન રહેવાની ખુબ જ જરૂર છે અને લોકોએ સાવચેતીના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે અને રોગચાળાથી બચવા અનુરોધ કર્યો હતો
ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ફલૂ જેવા ચેપી રોગનું કારણ છે. તેના ચાર જુદા જુદા પ્રકારો છે: A, B, C અને D. ઈન્ફલ્યુએન્ઝા A ને વિવિધ પેટાપ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને તેમાંથી એક H3N2 છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) મુજબ, H3N2 1968 ફ્લૂ રોગચાળાનું કારણ હતું. પછી તે વિશ્વભરમાં લગભગ 10 લાખ લોકોના મૃત્યુનું કારણ બન્યું અને એકલા અમેરિકામાં લગભગ 1 લાખ લોકો મૃત્યુ પામ્યા. આ ઈન્ફલ્યુએન્ઝા હાલ ચીન માટે નવી સમસ્યા બની ગઈ છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ધીમે-ધીમે વધારો થવા લાગ્યો છે. શનિવારે 51, રવિવારે 48 બાદ સોમવારે 45 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. આમ શહેરમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના 144 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં H3N2એ લીધો પહેલો ભોગ, દેશમાં ત્રીજા મૃત્યુની નોંધ
RELATED ARTICLES