મક્કમ વલણ: ઇન્ફોટેક શેરોની વેચવાલીના દબાણ વચ્ચે ૩૯૧ પોઇન્ટ ગબડીને સેન્સેક્સ અંતે ૮૭ પોઇન્ટના ઘટાડે સ્થિર થયો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે સ્થાનિક બજારમાં આઇટી સેકટરના શેરોમાં વેચવાલીનું દબાણ વધી જતાં એક તબક્કે ૩૯૧ પોઇન્ટ નીચે ગબડ્યા બાદ ખાસ કરીને છેલ્લા એક કલાક દરમિયાન ભારે અફડાતફડીમાંથી પસાર થતો સેન્સેક્સ ૮૬.૬૧ પોઇન્ટના ઘટાડે સ્થિર થયો હતો.
સત્ર દરમિયાન ૩૯૧.૩૧ પોઇન્ટ અથવા તો ૦.૭૧ ટકાના ઘટાડા સાથે ૫૪,૦૯૦.૫૩ પોઇન્ટની સપાટીને અથડાઇને બીએસઇનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક સેન્સેક્સ અંતે ૮૬.૬૧ પોઇન્ટ અથવા તો ૦.૧૬ ટકાના ઘટાડા સાથે ૫૪,૩૯૫.૨૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૪.૬૦ પોઇન્ટ અથવા તો ૦.૦૩ ટકાના ઘસરકા સાથે ૧૬,૨૧૬ પોઇન્ટની સપાટીે સ્થિર રહ્યો હતો. સેન્સેક્સના શેરોમાં ભારતી એરટેલ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજીસ, ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટૂબ્રો અને પાવર ગ્રીડ ટોપ લૂઝર રહ્યા હતાં. નાણાકીય પરિણામ બજારની અપેક્ષા કરતા નબળા રહ્યાં હોવાથી ટીસીએસનો શેર વેચવાલીના દબાણ વચ્ચે ૪.૬૪ ટકા તૂટ્યો હતો. દેશની સૌથી મોટી સોફટેવેર એક્સપોર્ટર કંપની ટીસીએસએ ૫.૨ ટકાના ઘટાડા સાથે જૂન ક્વાર્ટર માટે રૂ. ૯૪૭૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. દરમિયાન ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એમએન્ડએમ, ડો. રેડ્ડીઝ લેબ અને એશિયન પેઇન્ટ ટોપ ગેઇનર્સ શેર રહ્યાં
ભારતી એરટેલ ૫.૦૩ ટકાના કડાકા સાથે ટોપ લુઝર શેર બન્યો હતો. રિસર્ચ એનાલિસ્ટ વિનોદ નાયરે કહ્યું હતું કે બજારો પોતાનું ફોકસ નાણાકીય પરિણામ પર રાખ્યું હોવાથી ટીસીએસના અપેક્ષાથી નબળા પરિણામને કારણે સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને સત્રની શરૂઆતચ નરમ ટોન સાથે થઇ હતી. જોકે, બેન્કિંગ, મેટલ અને એનર્જી શેરોની લેવાલીનો ટેકો મળતા બેન્ચમાર્ક નુકસાન પચાવીને પોઝિટીવ ઝોન તરફ આગળ વધવા માંડ્યો હતો. એશિયાઇ બજારોમાં શાંઘાઇ, હોંગકોંગ અને સિઓલ બજારમાં પીછેહઠ નોંધાઇ હતી. જ્યારે ટોકિયો શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. યુરોપના મહત્ત્વના શેરબજારોમાં મધ્યસત્ર સુધી નરમાઇ રહી હોવાના અહેવાલો હતો. અમેરિકાના શેરબજારોમાં શુક્રવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૪૮ ટકાના ઉછાળા સાથે ૧૦૬.૩ ડોલર પ્રતિબેરલ બોલાયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) નેટ સેલર્સ જ રહ્યાં હતા અને પાછલા સત્રમાં એક્સચેન્જની પ્રારંભિક માહિતી અનુસાર વિદેશી ફંડોએ રૂ. ૧૦૯.૩૧ કરોડની વેચવાલી નોંધાવી હશે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ફરી એક વખત લેવાલી અને સુધારો જોવા મ્યો હતો. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૬૩ ટકા આથવા તો ૧૪૨.૫૪ પોઇન્ટ ઉછળીને ૨૨,૭૯૮.૧૧ પોઇન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૯૪ ટકાનો વધારો નોંધાયો છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૭ ટકા આથવા તો ૨૭૫.૬૦ પોઇન્ટ વધીને ૨૫,૯૧૬.૪૧ પોઇન્ટના સ્તરે બંધ થયો છે. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ અને ઑયલ એન્ડ ગેસ ૦.૨૯-૧.૯૭ ટકા સુધી ખરીદારીનું વલણ જોવા મળ્યું હતું. બેન્ક નિફ્ટી ૦.૯૮ ટકાના વધારાની સાથે ૩૫,૪૬૯.૬૫ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. અગ્રણી શેરોમાં ભારતી એરટેલ, ટીસીએસ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, બીપીસીએલ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એલએન્ડટી અને ટાટા મોટર્સ ૧.૩૦-૫.૧૨ ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે આઈશર મોટર્સ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, ડો.રેડ્ડીઝ, એમએન્ડએમ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને જેએસડબ્લયુ સ્ટીલ ૧.૭૫-૪.૦૦ ટકા સુધી વધીને બંધ થયા છે. મિડકેપ શેરોમાં ભારત ફોર્જ, શ્રીરામ ટ્રાન્સફર, ઈન્ફો એજ, એમ ફેસિસ અને પીએન્ડજી ૧.૭૧-૧.૯૪ સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં જેએસડબ્લ્યુ એનર્જી, અદાણી પાવર, નિપ્પોન, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને આરબીએલ બેન્ક ૩.૫૮-૭.૯૯ ટકા સુધી ઉછળો છે. સ્મોલોકપ શેરોમાં એક્સટેલ ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સન્સ પ્રોડક્ટ્સ, એફઆઈઈએમ ઈન્ડસ્ટ્રીઝ, પરસિસ્ટન્ટ અને ઝેનસાર ટેક ૩.૨૧-૪.૮૮ ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં એમટીએનએલ, બોરોસિલ, પીસી જ્વેલર્સ, ટેસ્ટી બાઈટ અને નવકાર કોર્પ ૧૧.૫૬-૧૯.૮૫ ટકા સુધી
ઉછળા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.