અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ચાઈનીઝ ગેસ્ટ હાઉસ પર આતંકી હુમલો

60

સોમવારે આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ચીનના એક ગેસ્ટ હાઉસને નિશાન બનાવ્યું હતું. ગેસ્ટ હાઉસ પાસે આતંકીઓએ ગોળીબાર કર્યો હતો, જેને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ ખૂબ જ જોરદાર હતો. અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. સ્થાનિક મીડિયા દ્વારા પણ આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો, જે ગેસ્ટ હાઉસમાં હુમલો થયો હતો ત્યાં ચીનના ઘણા અધિકારીઓ અવારનવાર આવે છે. આ હુમલો કોણે કર્યો તે અંગે કોઈ માહિતી નથી.
ઓગસ્ટ 2021માં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી, અફઘાનિસ્તાનમાં ચીનના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જેના કારણે ચીનના નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો છે. ચીને પણ કાબુલમાં પોતાનું દૂતાવાસ જાળવી રાખ્યું છે. જોકે, દૂતાવાસ હજુ સુધી કોઈ અધિકારીને સોંપવામાં આવ્યો નથી.

હુમલાખોરોએ મધ્ય કાબુલમાં આવેલા બિલ્ડિંગની અંદરથી ગોળીબાર શરૂ કર્યો હતો. કેટલાક વિદેશી નાગરિકો પણ અહીં રોકાયા છે. આ ગેસ્ટ હાઉસ શેર-એ-નો વિસ્તારમાં આવેલું છે. આ ગેસ્ટ હાઉસમાં અવારનવાર વિદેશી અને ચીની નાગરિકો આવે છે અને રોકાય છે. તેના એક દિવસ પહેલા જ ચીનના રાજદૂત વાંગ યુ તાલિબાનના નાયબ વિદેશ મંત્રી સ્ટેનિકઝાઈને મળ્યા હતા.
આ બેઠકમાં તેમણે ચીની દૂતાવાસની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કાબુલની જે હોટેલ પર હુમલો થયો છે તે ‘ચાઈનીઝ હોટેલ’ તરીકે પણ ઓળખાય છે. આ હુમલા અંગે હજુ સુધી ચીની દૂતાવાસ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તાજેતરના મહિનાઓમાં અફઘાનિસ્તાનમાં અનેક હુમલા થયા છે. આમાંથી કેટલાક પર ઇસ્લામિક સ્ટેટ (IS) દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ISKP આતંકવાદીઓએ ચીનની હોટલ પર હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે. આ જ આતંકવાદી સંગઠને ગત દિવસોમાં ચીનમાં પાકિસ્તાનના રાજદૂત પર જીવલેણ હુમલો કર્યો હતો.
ઓગસ્ટ 2021માં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી, અફઘાનિસ્તાનમાં ચીનના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જેના કારણે ચીનના નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો છે. ચીને પણ કાબુલમાં પોતાનું દૂતાવાસ જાળવી રાખ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!