અમેરિકાના શિકાગોમાં ફ્રીડમ ડે પરેડ દરમિયાન ફાયરિંગ: 6ના મોત, 31 ઘાયલ, 22 વર્ષીય આરોપીની ધરપકડ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સોમાવરે 4થી જુલાઈના રોજ અમેરિકામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી હતી ત્યારે શિકાગોમાં ‘ફ્રીડમ ડે પરેડ’ દરમિયાન ગોળીબારનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા અને 31 લોકો ઘાયલ થયા હતા. સ્વતંત્રતા દિવસના દિવસે જ બનેલા આ ગંભીર બનાવના ઘેરા પ્રતિઘાત સમગ્ર દેશમાં પડ્યા હતા. પોલીસે 22 વર્ષીય શંકાસ્પદ રોબર્ટ ઇ ક્રિમો ની ધરપકડ કરી છે. પોલીસે શિકાગો હાઈવે પર પીછો કર્યા બાદ રોબર્ટની ધરપકડ કરી હતી. ક્રિમો પોતે સંગીતકાર હોવાનું જણાવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ સોમાવરે સવારે 10 વાગ્યે શિકાગોના હાઈલેન્ડ પાર્કમાં ‘ફ્રિડમ ડે પરેડ’ શરુ થઇ હતી જેમાં સેંકડો લોકો સામેલ થયા હતા. પરંતુ 10 મિનિટમાં જ ગોળીબાર શરુ થતા નાસભાગ મચી ગઈ હતી. હુમલાખોરે એક સ્ટોરની છત પરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોલીબાર કરી હુમાંલાખોર ફરાર થઇ ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરની શોધ ચાલુ હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક બંદૂક મળી આવી છે. ઉત્તર શિકાગોના પોલીસ અધિકારીએ 6:30 વાગ્યાની આસપાસ ક્રિમોની ખબર મળતા પીછો કરી ધરપકડ કરી હતી. તેને હાઈલેન્ડ પાર્ક પોલીસ વિભાગમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે. ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સ્થાનિક પત્રકારના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ વ્યક્તિએ સેનામાં ઉપયોગમાં લેવાય છે એવી જ રાઈફલથી હુમલો કર્યો હતો. ક્રિમો યુટ્યુબ પર ‘અવેક ધ રેપર’ તરીકે જાણીતો છે, તેની ચેનલ પર તેના ઘણા વીડિયો હતા. જે હાલ હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે ઈન્સ્ટાગ્રામ, ડિસકોર્ડ અને ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેના પેજ પણ હટાવી દેવામાં આવ્યા છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્રિમો તેના પિતા અને કાકા સાથે હાઈવુડમાં રહે છે.
ક્રિમો એક દુબળો પાતળો છોકરો છે, જેનું વજન 54 કિલો છે. તેની ઉંચાઈ 5 ફૂટ 11 ઈંચ છે. તેના શરીર પર ઘણા ટેટૂ છે. તેના ગાલ પર આડી ઉભી લાઈનનું ટેટૂ છે. ગરદન પર લાલ ગુલાબ અને લીલા પાંદડાવાળા ટેટૂ અને ડાબી આઈ બ્રો પર પર કૈક લખેલું છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ આ ઘટના પર  દુઃખ વ્યક્ત કર્યું હતું.  તેમણે કહ્યું હતું કે હું આ નિર્દય હિંસાથી વ્યથિત થઇ ગયો છું. હું ‘ગન વાયલન્સની બીમારી’ સામે લડવાનું નહિ છોડું.

“>

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.