Homeટોપ ન્યૂઝઇમરાન ખાનની રેલીમાં ગોળીબાર, પૂર્વ પીએમ ઘાયલ

ઇમરાન ખાનની રેલીમાં ગોળીબાર, પૂર્વ પીએમ ઘાયલ

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની રેલીમાં ગોળીબારની ઘટના બની છે. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ગોળીબારમાં ઇમરાન ખાન પણ ઘાયલ થયો છે. ઇમરાન ઉપરાંત અન્ય ચાર જણને ગોળી વાગી છે. પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. ઇમરાન ખાનને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સિવાય પૂર્વ ગવર્નર ઈમરાન ઈસ્માઈલ પણ આ ફાયરિંગમાં ઘાયલ થયા છે.

ઘટનાની વિગત મુજબ જ્યારે ઈમરાન ખાન કન્ટેનરની નજીક પહોંચ્યો ત્યારે અજાણ્યા હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ શરૂ થતાં, ઇમરાન ખાનના સુરક્ષા કર્મચારીઓએ ઝડપથી કન્ટેનરને સુરક્ષિત કર્યું અને હુમલાખોરને પકડ્યો. ઘટના બાદ ઈમરાન ખાનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ કહ્યું છે કે ઈમરાન ખાન સુરક્ષિત છે.

નોંધનીય છે કે ઇમરાન ખાન હાલમાં પાકિસ્તાનમાં સ્વતંત્રતા માર્ચ કાઢી રહ્યા છે. તેઓ વર્તમાન સરકાર સામે ઉતરીને સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારથી ઇમરાન ખાનને તોશખાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે ત્યારથી તેઓ સ્વતંત્રતા માર્ચ કાઢી રહ્યા છે. આજે પણ તેમણે સ્વતંત્રતા રેલી કાઢી હતી, જેમાં ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ઇમરાન ખાન પણ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ એકે-47થી ગોળીબાર કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ આ ઘટના વિશે કહ્યું કે, આ ઈમરાન ખાન નહીં પણ, પાકિસ્તાન પર હુમલો છે. ઈમરાન ખાન અમારી લાલ રેખા છે. આજે તે લાલ રેખા પાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે હજુ સુધી ઇમરાન ખાનને ઓળખતા નથી. તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી લડશે અને તેમનો સમુદાય પણ તેમના અંતિમ શ્વાસ સુધી લડશે. આ કૂચ કોઈપણ સંજોગોમાં ચાલુ રહેશે. વાસ્તવિક આઝાદીની લડાઈ ચાલુ રહેશે. ઇમરાન ખાન પર હુમલા બાદ પાકિસ્તાનમાં ભારે હોબાળો થવાની શક્યતા છે.

RELATED ARTICLES

Most Popular