મુંબઈના બે જુદા જુદા વિસ્તારોમાં સોમવારે આગ ફાટી નીકળી હતી, જેમાં સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. સોમવારના સવારના ભાયખલામાં કે.કે. માર્ગ પર આવેલી ઝૂંપડપટ્ટી ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અનેક ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. .
ભાયખલામાં લક્ષ્મી રેસિડેન્સીની પાછળ તબેલા નંબર બેમાં સવારના લગબગ ૧૧.૩૦ વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને આગ બુઝાવી હતી. આગની માત્રા ભીષણ હતીઅને દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા હતા. બપોરના ૧.૪૦વાગે આગ નિયંત્રણમાં આવી હતી. આગમાં છથી સાત ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા.
બીજો બનાવ કાંદિવલી(પશ્ર્ચિમ)માં ચારકોપમાં સેક્ટર નંબર આઠમાં આર.સી.એ રોડ પર સી વિવ્યુ બિલ્ડિંગની નજીક ખુલ્લી જગ્યામાં રહેલા મેનગ્રોવ્ઝમાં સાંજે ૩.૩૦ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. ૧૫થી ૨૦ મિનિટમાં આગ બુઝાવવામાં સફળતા મળી હતી.
મુંબઈના આ વિસ્તારોમાં ફાટી નીકળી આગ
RELATED ARTICLES