મુંબઈ: ફિલ્મસિટીમાં શુક્રવારે બપોરે ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ્સ પર ભીષણ આગ ફાટી નીકળી હતી. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ટીવી સિરિયલનું જ્યાં શૂટિંગ ચાલી રહ્યું હતું એ સ્ટુડિયોના બે હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં ભોંયતળિયે બપોરે ચાર વાગ્યે આગ લાગી હતી. સ્યુડિયોમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા દૂરથી નજરે પડતા હતા. દરમિયાન આગની જાણ થતાં ૧૨ જેટલા ફાયર એન્જિન, સાત વોટર જેટ્ટી, એક વોટર ટેન્કર, ત્રણ ઓટોમેટિક ટર્ન-ટેબલ્સ, એક ક્વિક રિસ્પોન્ટ વેહિકલ અને અન્ય વાહનોને ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવ્યાં હતાં. આગને ‘લેવલ-૩’ જાહેર કરવામાં આવી હતી. (પીટીઆઇ) ઉ
ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર આગ
RELATED ARTICLES