(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પરેલમાં પેટ્રોલ પંપની નજીકમાં સોમવારે બપોરના આગ ફાટી નીકળી હતી. મહાનગર પાઈપલાઈનમાં ગૅસ ગળતરને કારણે આ આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડે કહ્યું હતું. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ પરેલમાં બી.એ. રોડ પર પાલિકાની એફ-દક્ષિણ વોર્ડની સામેે એચ.પી. પેટ્રોલ પંપ બહાર મહાનગર ગૅસની પાઈપલાઈન પસાર થાય છે. આ પાઈપલાઈનમાંથી ગૅસ ગળતર થયું હતું. તેને કારણે બપોરના લગભગ ૧.૧૮ વાગે આગ લાગી હતી. ઘટનાસ્થળે મહાનગર ગૅસના અધિકારીઓ પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ
ધરી હતી.
ગૅસ ગળતરને કારણે નજીકની દુકાનમાં તકેદારીના પગલારૂપે પાવર કટ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ટ્રાફિક પોલીસે આ રસ્તા પરના ટ્રાફિકને ડાઈવર્ટ કરી દીધો હતો, જેમાં પરેલ ટીટલી સ્લીપ રોડ, એસ.બી. રોડને ટ્રાફિક માટે બંધ કરી દીધો હતો અને આ ટ્રાફિકને બાંબુ ગલી, સેંટ ઝેવિયર માર્ગ, હિંદમાતા તરફ વાળવામાં આવ્યો હતો.
બપોરના પંદરથી વીસ મિનિટમાં જ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે મોડે સુધી આ રસ્તા પર ટ્રાફિક બંધ રાખવામાં આવ્યો હતો. ઉ

Google search engine