થાણેમાં મલ્ટિપ્લેક્સમાં કૅફેટેરિયામાં આગ

આમચી મુંબઈ

ફાયરબ્રિગેડના ચાર જવાન જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે(પશ્ર્ચિમ)માં આવેલા હાઈ સ્ટ્રીટ મોલના એક કેફેટેરિયાના રસોડામાં લાગેલી આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના ચાર જવાનને શ્ર્વાસ લેવામાં તકલીફ થતા, તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણેના કાપૂરબાવડીમાં હાઈ સ્ટ્રીટ મૉલ આવેલો છે. તેના ત્રીજા માળા પર આવેલા સ્ટાર મૂવી થિયેટરના સ્નેક્સ કોર્નરમાં શનિવારે મોડી રાતે ૧૧.૨૦ વાગે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા ફાયરબ્રિગેડના બે રૅસ્કયુ વાહન, એક જંબો વોટર ટેંક અને બે ફાયર ઍન્જિન સહિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ આગ નિયંત્રણ લાવવામાં સફળતા મળી હતી.
આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ત્રણ ફાયરબ્રિગેડના જવાનોને ધુમાડાને કારણે શ્ર્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તો એક જવાનને મામૂલી ઈજા પહોંતી હતી. તેથી તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ જવાનોની તબિયત સારી હોવાનું ફાયરબ્રિગેડે કહ્યું હતું.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.