મુંબઈના ઉપનગર કુર્લા ખાતેની માર્કેટમાં આગ ફાટી નીકળી હતી જે આસપાસની ઘણી દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. જોકે, આગને કારણે કોઈને ઈજા થવાના અહેવાલ નથી.
મળતી માહિતી મુજબ કુર્લા (પશ્ચિમ)માં CSMT રોડ પર શિવાની મંડાઈમાં આવેલી એક દુકાનમાં રવિવારે રાત્રે 10.15 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી, જે જોતજોતામાં આસપાસની દુકાનોમાં પણ ફેલાઇ ગઇ હતી.ફાયર બ્રિગેડની ટીમો અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મોડી રાત સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. દુકાનોની અંદર કોઈ ફસાયું હતું કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
કુર્લાની માર્કેટમાં આગ
RELATED ARTICLES