Homeઆમચી મુંબઈવિલે પાર્લેમાં ફ્લાયઓવર નીચે રહેલા ભંગારમાં આગ

વિલે પાર્લેમાં ફ્લાયઓવર નીચે રહેલા ભંગારમાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિલે પાર્લે (પૂવ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે પાસે પુલ નીચે રહેલા ભંગારમાં મંગળવારે બપોરના અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ વિલે પાર્લે (પૂર્વ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે પર અંધેર-પાર્લે પુલ નીચે મોટી સંખ્યામાં પાર્ક કરેલાં ભંગાર વાહનોમાં સાંજે ૪.૦ વાગ્યાની આસપાસ
અચાનક આગ ફાટી નીકળી હતી. પુલ નીચે ભંગાર વાહનોને રાખવામાં આવ્યાં હતાં, જેમાં આગ ત્યાં પાર્ક કરેલી ૨૦થી ૨૫ ભંગાર ઓટોરિક્ષામાં ફાટી નીકળી હતી જે બાદમાં ત્યાં પડી રહેલાં અન્ય ૧૫થી ૨૦ ખાનગી ભંગાર વાહનોમાં પણ ફેલાઈ ગઈ હતી.
ફ્લાયઓવર નીચે પડી રહેલા ભંગારમાં આગ ફાટી નીકળવાને કારણે દુર્ઘટના સ્થળે ફાયર બ્રિગેડની સાથે જ ટ્રાફિક પોલીસ પહોંચી ગઈ હતી. ફ્લાયઓવર નીચે આ તમામ વાહનો ટ્રાફિક પોલીસે જપ્ત કર્યા બાદ અહીં પાર્ક કર્યાં હતાં.
ફાયર બ્રિગેડે તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થવાનો કે જાનહાનિ થઈ નહોતી, પરંતુ ત્યાં રહેલા મોટા ભાગનાં વાહનો કે જે ભંગાર હાલતમાં હતાં તે બળીને ખાખ થઈ ગયાં હતાં.

RELATED ARTICLES

Most Popular