મુંબઈના ઘાટકોપર ઈસ્ટ વિસ્તારમાં આવેલી પરખ હોસ્પિટલ પાસે જૂનો પિઝ્ઝા રેસ્ટોરન્ટમાં ભયંકર આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એકનું મોત થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની આઠ ગાડી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, પરખ હોસ્પિટલની લગોલગ આવેલા પિઝ્ઝા રેસ્ટોરન્ટમાં આગ લાગવાને કારણે હોસ્પિટલમાં દાખલ 22 દરદીને શ્વાસ લેવાની તકલીફ નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. આ આગ વિશ્વાસ બિલ્ડિંગના મીટર રૂમમાં આગ લાગી હતી. આ જ ઈમારતમાં પરખ હોસ્પિટલ ચાલે છે. દુર્ઘટનામાં બે લોકો જખમી થયા હોવાની માહિતી મળી છે.
વિશ્વાસ ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પિઝ્ઝા રેસ્ટોરન્ટના પાછળના હિસ્સામાં મીટર રૂમમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જેમાં એકનું મોત થયું હતું. મૃતકનું નામ કુરૈશી દેઢિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. બાકી બંને જખમી મહિલાની સારવાર ચાલુ છે.